<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

ફીફા ૨૦૨૬ના રેફરી તરીકે ગુજરાતના રચના કમાણી અને વિશાલ વાજાને સ્‍થાન

રાજકોટઃ ગુજરાત રાજય ની રચના હસમુખભાઈ કમાણી એ ફીફા (ફેડરેશન  ઇન્‍ટરનેશનલ  ડે ફૂટબોલ એસો. ૨૦૨૬ ના વુમન્‍સ રેફરી લીસ્‍ટમાં સ્‍થાન મેળવીને ગુજરાત અને ભારતનું નામ રોશન કરેલ છે. આગામી વર્ષમાં ફીફા દ્વારા જે ઈન્‍ટરનેશનલ મેચો રમશે તે મેચો રમાડવા માટે તેમનું નોમીનેસન થશે.

વિશાલ મહેન્‍દ્રભાઇ વાજા એ ફીફા ૨૦૨૬ ના ફૂટસાલ કે જે ફુટબોલ ની ઇનડોર રમત છે.  ખુબજ ઝડપ થી વિકાસ પામી રહી છે તેના રેફ્રી લીસ્‍ટમાં સમગ્ર ભારત માંથી સ્‍થાન મેળવીને ગુજરાત અને ભારત દેશ નું નામ રોશન કરેલ છે.  થાઈલેન્‍ડ અને ઇન્‍ડોનેશિયામાં પણ તેઓ ટુર્નામેન્‍ટ માટે જઈ આવેલ છે. આગામી વર્ષ માં ફીફા દ્વારા જે ફૂટસાલ ની ઇન્‍ટરનેશનલ મેચો રમશે તે મેચો રમાડવા માટે તેમનું નોમીનેસન થશે.

ગુજરાત સ્‍ટેટ ફૂટબોલ એસોશએશિન ના પ્રમુખ પરમિલભાઈ નથવાણી, સેક્રેટરી ે મુળરાજસિંહ ચુડાસમા તથા કમિટી ના સભ્‍યો અને ગુજરાતની ફૂટબોલ પ્રેમી જનતા એ શુભેચ્‍છા પાઠવી છે.

(3:18 PM IST)