<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

મોના ખંધાર, મુકેશકુમાર, ટી. નટરાજનને અધિક મુખ્‍ય સચિવ તરીકે બઢતી

 

રાજકોટ તા. ૧: ગુજરાત સરકારે નવા વર્ષના પ્રથમ દિવસે જ વહીવટી તંત્રમાં મોટા ફેરફારો કર્યા છે. રાજ્‍યના સામાન્‍ય વહીવટ વિભાગ (જી.એ.ડી.) દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, ૧૯૯૬ની બેચના ૫ વરિષ્ઠ આઈ.એ.એસ. અધિકારીઓને પ્રિન્‍સિપલ સેક્રેટરીના હોદ્દા પરથી બઢતી આપીને એડિશનલ ચીફ સેક્રેટરી (એ.સી.એસ.) બનાવવામાં આવ્‍યા છે.  સુશ્રી મોના કે. ખંધારઃ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગમાં હવે એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે ફરજ બજાવશે. ડો. ટી. નટરાજન નાણાં વિભાગની મહત્‍વની જવાબદારી સંભાળતા ડો. નટરાજનને નાણાં વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી આપવામાં આવી છે. શ્રી રાજીવ ટોટનો આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી. સુશ્રી મમતા વર્માઃ ઉદ્યોગ અને ખાણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે પ્રમોશન.શ્રી મુકેશ કુમારઃ શિક્ષણ વિભાગ (ઉચ્‍ચ અને ટેકનિકલ શિક્ષણ)માં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી આપવામાં આવી છે.

(4:37 PM IST)