<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

ગુજરાતમાં ૩ રજા રવિવારે કે બીજા - ચોથા શનિવારે, ૧૨ લાંબા વિક-એન્‍ડના કારણે સરકારી કર્મચારીઓને મજા

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૧: નવું વર્ષ ૨૦૨૬ આજથી શરૂ થઈ ગયું છે. આ વર્ષે સરકારી કર્મચારીઓને મજા પડી જવાની છે. કારણે આ વર્ષે સરકારી કર્મચારીઓને લાંબી રજાઓ મળવાની છે. ગુજરાત સરકાર દ્વારા ૨૦૨૬ માટે જાહેર કરવામાં આવેલી સરકારી કર્મચારીઓની રજાઓની યાદી પરથી કહીં શકાય છે કે, આ વર્ષે સરકારી કર્મચારીઓને ૧૨ લાંબા વિક-એન્‍ડ પર રજાઓ મળવાની છે. મોટાભાગના તહેવારોમાં મળશે લાંબી રજાઃ વર્ષ ૨૦૨૬ની વાત કરવામાં આવે તો, ૨૦૨૬માં કુલ ૨૩ જાહેર રજાઓ અને ૩૩ મરજિયાત રજાઓ જાહેર કરવામાં આવી છે. આ રજાઓમાં કેટલાક તહેવારો રવિવાર અથવા બીજાપ્રચોથા શનિવારે આવી રહ્યા છે. જેથી સરકારી કર્મચારીઓને આ વર્ષે લાંબી રજાઓ મળવાની છે. આ લાંબી રજાઓમાં મકરસંક્રાંતિ, હોળી, રક્ષાબંધન, ગણેશ ચતુર્થી, દશેરા, દિવાળી અને નાતાલ જેવા મુખ્‍ય તહેવારોનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૨૬ની રજાઓની વિસ્‍તળત યાદી નીચેના કોષ્ટકમાં આપેલ છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે કુલ ૮ લાંબા વીકેન્‍ડ હતા. જ્‍યારે આ વખતે કુલ ૧૨ લાંબા વીકેન્‍ડ છે. જેથી સરકારી કર્મચારીઓ પોતાના પરિવારજનો સાથે વધારે સમય વિતાવી શકશે.(૨૩.૨૭)

 વર્ષ ર૦ર૬ની સરકારી રજા

મુખ્‍ય તહેવારો          તિથિઓ/ વાર

લોહરી                 ૧૩ જાન્‍યુઆરી, મંગળવાર

મકરસંક્રાંતિ             ૧૪ જાન્‍યુઆરી, બુધવાર

પ્રકાશ પર્વ             ૨૦ જાન્‍યુઆરી, મંગળવાર

વસંત પંચમી           ૨૩ જાન્‍યુઆરી, શુક્રવાર

પ્રજાસત્તાક દિવસ      ૨૬ જાન્‍યુઆરી, સોમવાર

મહાશિવરાત્રી           ૧૫ ફેબ્રુઆરી, રવિવાર

રમજાન                ૧૯ ફેબ્રુઆરી, ગુરુવાર

હોળી                   ૩ માર્ચ, મંગળવાર

ચૈત્રી નવરાત્રી          ૧૯ માર્ચ, ગુરુવાર

ઈદ-ઉલ ફિતર         ૨૧ માર્ચ, શનિવાર

રામ નવમી             ૨૭ માર્ચ, શુક્રવાર

મહાવીર જયંતી         ૩૧ માર્ચ, મંગળવાર

ગુડ ફ્રાઈડે              ૩ એપ્રિલ, શુક્રવાર

આંબેડકર જયંતી       ૧૪ એપ્રિલ, મંગળવાર

બુદ્ધ પૂર્ણિમા            ૧ મે, શુક્રવાર

બકરી ઈદ              ૨૭ મે, ગુરુવાર

ગુરુ પૂર્ણિમા            ૨૯ જુલાઈ, બુધવાર

સ્‍વતંત્રતા દિવસ        ૧૫ ઓગસ્‍ટ, શનિવાર

રક્ષાબંધન              ૨૮ ઓગસ્‍ટ, શુક્રવાર

જન્‍માષ્ટમી             ૪ સપ્‍ટેમ્‍બર, શુક્રવાર

ગણેશ ચતુર્થી           ૧૪ સપ્‍ટેમ્‍બર, સોમવાર

ગાંધી જયંતી           ૨ ઓક્‍ટોબર, શુક્રવાર

શારદીય નવરાત્રી      ૧૧ ઓક્‍ટોબર, રવિવાર

દશેરા                  ૨૧ ઓક્‍ટોબર, બુધવાર

કરવા ચૌથ             ૨૯ ઓક્‍ટોબર, ગુરુવાર

ધન તેરસ              ૬ નવેમ્‍બર, શુક્રવાર

દિવાળી                ૮ નવેમ્‍બર, રવિવાર

ભાઈબીજ               ૧૧ નવેમ્‍બર, બુધવાર

નાતાલ         ૨૫ ડિસેમ્‍બર, શુક્રવાર

(4:06 PM IST)