<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

‘સંકલ્‍પથી સિધ્‍ધિ' સતત ૭ મહિનાની મહેનતથી અમિતભાઇ શાહનું ચિત્ર બનાવતા સતિષ પાટીલ

રાજકોટઃ રાજ્‍યસભાનાં સંસદસભ્‍ય શ્રી નરહરિ અમીનની ઉપસ્‍થિતિમાં શ્રી સતિશ પાટીલે ભારત સરકારનાં ગળહ અને સહકારમંત્રી શ્રી અમિતભાઈ શાહે દેશ માટે કરેલા  વિવિધ અદભુત કામો દર્શાવતું સાત મહિનાની મહેનતથી બનાવેલ પેઇન્‍ટિંગ ‘‘સંકલ્‍પથી સિદ્ધિ''  શ્રી અમિતભાઈ શાહને અમદાવાદ અર્પણ કર્યું.

આ કાર્યોમાં  કલમ ૩૭૦ અને ૩૫A રદ કરી વકફ બોર્ડ સુધારણા કાયદો, આતંકવાદમાં ઘટાડો, મહિલા સુરક્ષા માટે ઇમરજન્‍સી રીસ્‍પોન્‍સ સપોર્ટ સિસ્‍ટમ, (CAA)-2019, જમ્‍મુ કાશ્‍મીરમાં તિરંગો શાન થી લહેરાયો, શ્રી અમિત ભાઇ શાહ અખંડ ભારતના મજબૂત રક્ષક તરીકે બતાવાયા છે.  આ પેઇન્‍ટિંગ નું નામ  ‘સંકલ્‍પથી સિદ્ધિ' આપ્‍યું છે.

 

(4:24 PM IST)