કેનેડામાં બદલાયો વધુ એક નિયમ 8:11 PM
તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૫ રવિવાર
News of Thursday, 1st January 2026
અમદાવાદ ગાંધીનગર હાઇવે પર અડાલજ કેનાલ પાસે અચાનક ગાડીમાં ભીષણ આગ લાગી
લગ્નની ખરીદી કરવા નીકળેલા પરિવારનો લાખોનો ખરીદેલો માલ બળીને ખાખ થઇ ગયો

અમદાવાદ ગાંધીનગર હાઇવે પર અડાલજ કેનાલની પાસે એક કારમાં લાગેલી ભીષણ આગને કારણે લગ્નની તૈયારીઓ માટે નીકળેલા પરિવારે ખરીદેલો બધો જ સામાન બળીને ખાખ થઇ ગયો હતો. કારમાં રાખેલા ૫ લાખ રૂપિયા રોકડા, લગ્ન માટે ખરીદેલા નવા કપડાં અને મોંઘી સાડીઓ બળીને ખાખ થઈ ગયા હતા.
મળતી માહિતી પ્રમાણે પરિવારના બે સભ્યો લગ્ન પ્રસંગ માટેની ખરીદી કરવા માટે કાર લઇને નીકળ્યા હતા.જ્યારે તેમની કાર અડાલજ કેનાલ પાસેથી પસાર થઇ રહી હતી. તે સમયે અચાનક જ બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. કારમાં સવાર બંને વ્યક્તિઓએ ગણતરીની સેકન્ડોમાં જ સમય સૂચકતા વાપરીને કારમાંથી નીચે ઉતરી ગયા જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. જેવી આગળ આગ લાગી કે જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ કે આખે આખી કાર આગની લપેટમાં આવીને બળીને ખાખ થઇ ગઇ હતી.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
