<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

2026ના પહેલા દિવસે શક્તિપીઠ પાવાગઢમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું

મંદિર પરિસર અને પાવાગઢ ડુંગર માતાજીના જયકારાથી ગુંજી ઉઠ્યો: યાત્રાધામમાં ભક્તોની ભારે ભીડ

પંચમહાલમાં આવેલા યાત્રાધામ પાવાગઢમાં પણ મોટી સંખ્યામાં માઇભક્તોએ નવા વર્ષે માતાજીના દર્શન કરીને નવી શરૂઆત કરી. 2026ના પહેલા દિવસે શક્તિપીઠ પાવાગઢમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. વહેલી સવારે ઠંડી વચ્ચે પણ ભક્તોએ માતાજીની મંગળા આરતીનો લાભ લીધો હતો. ત્યારે મંદિર પરિસર અને પાવાગઢ ડુંગર માતાજીના જયકારાથી ગુંજી ઉઠ્યો. અગાઉ ગઈ કાલે પણ આ યાત્રાધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

 

(12:27 AM IST)