<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

ચાર્જ સાંભળતા સાથે જ ગણતરીના કલાકોમાં ૩૧મીની ઉજવણી બંદોબસ્‍ત નિહાળવા ઓચિંતા ડીજીપી ડો. કે. એલ. એન.રાવ પહોંચી ગયા પછી આવું થયું

બંગલે આરામ કરી રિપોર્ટ મેળવવાને બદલે જમીની હકીકત જાણવા મુખ્‍ય પોલીસ વડા પહોંચતા સહુ આભા બની ગયા

 

રાજકોટ તા.૨: મુખ્‍ય પોલીસ વડા તરીકે ચાર્જ લેતા સાથેજ ૩૧મી નવા વર્ષ અંતર્ગત બંગલે આરામ કરવાને બદલે, ગાંધીનગરના રોડ પર કાયદો વ્‍યવસ્‍થા, ટ્રાફિકની સ્‍થિતિ નિહાળવા નીકળી પડતા જ પોલીસ સતર્ક બની હતી.

ગ્રાઉન્‍ડ લેવલે પરિસ્‍થિતિ નિહાળવા એજ દિવસે નીકળી પોલીસ તંત્રને કોઈ પીધેલા કે બીજા ડભૂરિયા તત્‍વો લોકોને પરેશાન કરી નવું વર્ષ ન બગાડે તેવી સૂચના સાથે પોલીસ સ્‍ટાફને  નવા વર્ષની શુભેચ્‍છાઓ પાઠવી હતી. ગુજરાતના પોર્બાબરથી માંડી સાઉથ ગુજરાતના છેવાડાના જિલ્લામાં ફરજ બજાવનાર આ અધિકારીએ સંખ્‍યાબંધ જિલ્લા સુરત, અમદાવાદ રાજકોટ શહેર, વિવિધ રેન્‍જોમાં ફરજ બજાવી હોવાથી મોટાભાગના પોલીસ અધિકારીઓ અને સ્‍ટાફની કાર્યપદ્ધતિથી પરિચિત છે, મોટાભાગના અધિકારી અને સ્‍ટાફ પણ તેમના કાર્ય સ્‍વભાવથી પરિચિત હોવાથી, સતર્ક બન્‍યા છે.(૨.૭)

(11:41 AM IST)