<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની બલોચ સમાજ પ્રત્‍યેની લાગણીનાં પરિણામે ‘ધુરંધર' ફિલ્‍મમાં પ્રદર્શિત વિવાદાસ્‍પદ ડાયલોગ દૂર કરાયોઃ જહાંગીર બ્‍લોચ

બલોચ સમાજના પદાધિકારીઓ, કાયદાવિદો, પ્રબુદ્ધ નાગરિકો સહિત સમગ્ર સમાજની અસરકારક રજૂઆતને સફળતા મળતા બલોચ સમાજે સરકારનો આભાર વ્‍યક્‍ત કર્યોઃ કેન્‍દ્રિય માહિતી અને પ્રસારણ વિભાગનુ વિવાદાસ્‍પદ ડાયલોગ દૂર કરવા ફરમાન

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨: સમસ્‍ત બલોચ મકરાણી સમાજ ઓફ ગુજરાતનાં પ્રમુખ જહાંગીર બ્‍લોચની એક સત્તાવાર યાદીમાં જણાવ્‍યા અનુસાર ‘‘બલોચ મકરાણી સમાજની એકતાનો વિજય ‘ધુરંધર' ફિલ્‍મના ડાયલોગમા ‘બલોચ' શબ્‍દ મ્‍યુટ કરાયો' તાજેતરમા રિલીઝ થયેલ ‘ધુરંધર' ફિલ્‍મ કે જેને વિક્રમજનક કમાણી કરી છે એ ફિલ્‍મમાં બલોચ સમાજ અંગે વાંધાજનક ડાયલોગ સામે સમસ્‍ત બલોચ મકરાણી સમાજ ઓફ ગુજરાતના નેજા હેઠળ રજૂઆતો આવેદનપત્ર માનનીય વડાપ્રધાનશ્રીને આપેલ અને સમાજના એડવોકેટ શ્રી નબિલ બલોચ (અમદાવાદ) યાસીનખાન બલોચ (વેડ પાટણ) તથા એઝાઝ મકરાણી (જૂનાગઢ) દ્વારા ફિલ્‍મના દીર્ગદર્શક આદિત્‍ય ધીર, કલાકાર સંજયદત તથા સબંધકર્તા તમામને કાનૂની નોટિસો આપેલ તથા સેન્‍સર બોર્ડને કડક રજૂઆતો કરેલ તેમજ જૂનાગઢથી સમસ્‍ત બલોચ મકરાણી સમાજના ગુજરાતના પ્રમુખ જહાંગીર બલોચ, જૂનાગઢ જિલ્લા બલોચ સમાજ પ્રમુખ દાદુભાઇ દરબાર (બલોચ), જૂનાગઢ જિલ્લા મકરાણી સમાજના પ્રમુખ એઝાઝ મકરાણીની આગેવાની હેઠળ આંદોલન શરૂ કરેલ જેથી સમગ્ર રાજ્‍યમાં વિરોધનો વંટોળ ફૂંકાતા અને જૂનાગઢ તથા રાજ્‍યના પ્રિન્‍ટ ઈલોક્‍ટ્રિક મીડિયા દ્વારા પૂરતો સાથ સહકાર મળેલ જેના ફળ સ્‍વરૂપ એડવોકેટ નબીલ બલોચને બલોચ શબ્‍દ મ્‍યુટ કરવા તથા તમામ પ્રિન્‍ટોમા ફેરફાર કર્યાની ફિલ્‍મ નિર્માતા દ્વારા અધિકળત જાણકારી આપતાં સમાજની એકતાનો વિજય થયેલ છે બે વ્‍યક્‍તિ દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટમા કેસ દાખલ કરેલ એમાં કોઈ પોઝિટિવ હુકમ થયેલ નથી. ભારત સરકારના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની બલોચ સમજ પ્રત્‍યેની લાગણી, સમસ્‍ત બલોચ મકરાણી સમાજ ઓફ ગુજરાતની એકતા તથા મીડિયાની જાગળતિ અને મદદ ના કારણે આ શકય બન્‍યું છે. તે તમામનો આભાર સમાજના આગેવાનોએ માનેલ છે સત્‍યમેવ જયતે.

 સમાજની બદનક્ષી બદનામી સબબ કાનૂની કાર્યવાહી સમાજના ત્રણેય વકીલો આગામી સમયમાં  કરનાર હોવાનું નકકી કરેલ છે તેમ જહાંગીર બલોચ પ્રમુખ, સમસ્‍ત બલોચ મકરાણી સમાજ ઓફ ગુજરાત દ્વારા જણાવવામાં આવ્‍યું છે

(12:21 PM IST)