News of Friday, 2nd January 2026
વડોદરાની રેલવે કોલોનીમાં યુવતીએ પોતાના મંગેતરની હત્યા કર્યાનો ઘટસ્ફોટ
પોલીસને ગેરમાર્ગે દોર્યા બાદ અંતે હત્યાની કબૂલાત : પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મંગેતરને ગળે ફાંસો આપી હત્યા કરાઈ હોવાનું સ્પષ્ટ થયું :સગાઈ બાદ બંને સાથે રહેતા હતા

વડોદરાની રેલવે કોલોનીમાં યુવતીએ પોતાના મંગેતરની હત્યા કરી હોવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. શરૂઆતમાં ઘટનાને ગેરરીતે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મંગેતરને ગળે ફાંસો આપી હત્યા કરાઈ હોવાનું સ્પષ્ટ થયું છે. સગાઈ બાદ બંને સાથે રહેતા હતા અને યુવતીએ દુપટ્ટાનો ઉપયોગ કરીને મંગેતરની હત્યા કરી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે.
રેલવેમાં નોકરી કરતી યુવતી સામે પોલીસે ગુનો નોંધીને પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેણે પોલીસને ગેરમાર્ગે દોર્યા બાદ અંતે હત્યાની કબૂલાત કરી હતી. મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
