<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

સુરતના ડીંડોલી વિસ્તારમાં ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો

17 વર્ષીય વિદ્યાર્થિનીએ ઘરના રસોડામાં જઇને ગળાફાંસો ખાઇ લીધો

સુરતના ડીંડોલીમાં ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાના અહેવાલ છે. 17 વર્ષીય વિદ્યાર્થિનીએ ઘરના રસોડામાં જઇને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે.. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી માહિતી મુજબ, જ્યારે પરિવારના તમામ સભ્યો ઘરમાં સૂતા હતા, ત્યારે 17 વર્ષીય વિદ્યાર્થિનીએ અચાનક આ અંતિમ પગલું ભર્યું હતું. સવારે જ્યારે પરિવાર જાગ્યો ત્યારે દીકરીની હાલત જોઈ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થિનીના આવા પગલાથી પરિવાર સ્તબ્ધ છે.

ડીંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં હજુ સુધી આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પોલીસે વિદ્યાર્થિનીના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે.

(1:11 PM IST)