<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

ગીર રાષ્‍ટ્રીય ઉદ્યાન- વન્‍યપ્રાણી અભયારણ્‍ય અને ઇકો સેન્‍સીટીવ ઝોન- બફરઝોનને તાકીદે ‘સાયલન્‍સ ઝોન' જાહેર કરોઃ ભુષણ પંડયા

પ્રાણીઓની સાંભળવાની અને સુંઘવાની શકિત મનુષ્‍ય કરતા ઘણી વધુ હોય છે ત્‍યારે સહન ન થઇ શકે તેવો ધુમાડો, દુર્ગંધ અને ધ્‍વનિ, પ્રદુષણના કારણે વન્‍યજીવોની હાલત દયનીય અને કફોડી બની જાય છેઃ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને ધ્‍વનિ અને વાયુ પ્રદુષણ નિયંત્રીત કરવા વિસ્‍તૃત પત્ર પાઠવતા પ્રકૃતિપ્રેમી

 

 

રાજકોટ તા.૨: ગીર રાષ્‍ટ્રીય ઉદ્યાન અને વન્‍યપ્રાણી અભયારણ્‍ય આસપાસ વધી રહેલા ધ્‍વનિ અને વાયુ પ્રદુષણને નિયંત્રીત કરવા માટે તાકીદે યોગ્‍ય પગલા લેવા મુખ્‍યમંત્રીશ્રી અને ચેરપર્સન, સ્‍ટેટ બોર્ડ ફોર વાઇલ્‍ડ લાઇફ શ્રી ભુપેન્‍દ્ર પટેલને જાણીતા વાઇલ્‍ડ લાઇફ ફોટોગ્રાફર અને સ્‍ટેટ બોર્ડ ફોર વાઇલ્‍ડ લાઇફના પૂર્વ સભ્‍ય ભુષણ પંડયાએ વિસ્‍તૃત લેખીત રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવાયુ છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોથી ગીર રાષ્‍ટ્રીય ઉદ્યાન અને વન્‍યપ્રાણી અભયારણ્‍ય નજીક હોટલો, રિસોર્ટસ અને હોમસ્‍ટેઝ જેવી હોસ્‍પિટાલીટીઝ ઝડપભેર વધી રહી છે. ઉચ્‍ચ ન્‍યાયાલયમાં એશિયાઈ સિંહોનાં અપમળત્‍યુ બાબત સુઓ મોટો રીટ પિટિશન ચાલી રહી છે. આ રીટ પિટીશન અન્‍વયે ગીર આરક્ષિત વિસ્‍તાર ફરતે ચાલી રહેલી હોસ્‍પિટાલીટીઝની કાયદેસરતાની તપાસ પણ થઈ રહી છે.

આમાંની ઘણી હોટલો, રિસોર્ટસ અને ફાર્મ હાઉસીઝમાં ચાલી રહેલ હોમસ્‍ટેઝ જેવી હોસ્‍પિટાલીટીઝ પાર્ટી ડેસ્‍ટિનેશન્‍સ બની રહી છે. પ્રી-વેડિંગ, વેડિંગ, જન્‍મદિવસ, હોળી, જન્‍માષ્ટમી, દિવાળી અને નાતાલ વિગેરે પ્રસંગો/તહેવારો દરમિયાન સતત ચાલી રહેલી પાર્ટીઓમાં ફટાકડાં અને ડીજેનાં અસહ્ય અવાજ, અને ગૂંગળાવી નાખે તેવાં ધુમાડાથી વન વિસ્‍તારમાં સખત ધ્‍વનિ અને વાયુ પ્રદૂષણ ફેલાઈ રહેલ છે. ફટાકડાઓથી અકસ્‍માતે આગ લાગી શકે, જે વન વિસ્‍તારોમાં પણ ફેલાઈ શકે છે.

પ્રાણીઓની સાંભળવાની અને સૂંઘવાની શક્‍તિ મનુષ્‍ય કરતાં ઘણી વધારે હોય છે. જ્‍યારે આપણે પણ સહન ન કરી શકીએ તેટલો ધુમાડો, દુર્ગંધ અને ધ્‍વનિ પ્રદૂષણ ફેલાઈ રહ્યું હોય, ત્‍યારે વન્‍યજીવોની હાલત કેટલી કફોડી અને દયાજનક થઈ જતી હોય તેની કલ્‍પના પણ ન કરી શકાય! આપણાં ઘરમાં પણ બિલાડી અને શ્વાન જેવાં પાલતુ પ્રાણીઓની ફટાકડાનાં અવાજોથી કેવી હાલત થાય છે, તે આપણે નજરે નિહાળીએ છીએ.

ગયાં અઠવાડિયામાં સાસણ ગીરની તદ્દન નજીક આવેલ ભોજદે ગામનાં એક ફાર્મ હાઉસમાં ચાર પ્રવાસીઓ તથાં તે ફાર્મ હાઉસનાં મેનેજર સહિત પાંચ વ્‍યક્‍તિઓ સામે તાલાલા એલસીબી દ્વારા પ્રોહિબિશન એક્‍ટ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે. ડાન્‍સ પાર્ટીઓનું આ પણ એક દુષણ છે. આધારભૂત માહિતી પ્રમાણે ભોજદે ગામનાં ફાર્મ હાઉસમાં નોંધાયેલ આ કિસ્‍સો પાશેરામાં માત્ર એક પૂણી સમાન છે.  ગીર જેવાં પવિત્ર સ્‍થળમાં ઈકો-ટુરીઝમને પ્રોત્‍સાહન આપવું જોઈએ, પરંતુ ઇકો-ટુરીઝમ નાં સ્‍થાને થઈ રહેલી આવી બધી પ્રવળત્તિઓને તાત્‍કાલિક અસરથી રોકવાની જરૂર છે. ગીરનું નામ વિશ્વનાં નકશા ઉપર છે. અહીં બનતી નાનામાં નાની ઘટનાની પણ નોંધ આખું જગત લે છે. ગુજરાત રાજ્‍યની દારૂબંધીની નીતિ સામે ફરી એક વખત પ્રશ્નો ઉઠી રહ્યાં છે.

તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તારીખ ૧૭-૧૧-૨૦૨૫ નાં રોજ દેશનાં ટાઈગર રિઝર્વસ માટે એક સીમાચિホરૂપ ચુકાદો આપવામાં આવેલ છે. ૮૦ પાનાં નાં આ ચુકાદામાં ઘણી મહત્‍વની બાબતો આવરી લેવામાં આવી છે, પરંતુ હાલ હું આપ શ્રી નું માત્ર બે બાબતો પ્રત્‍યે ધ્‍યાન દોરવા માગું છું. આ બંને મુદ્દાઓ વન્‍યપ્રાણીઓનાં કોરિડોર્સ જાળવવા તથાં ધ્‍વનિ પ્રદૂષણ અટકાવવા માટેનાં છે.

ટાઈગર રિઝર્વસનાં આરક્ષિત વિસ્‍તાર તથાં તેને ફરતાં ઇકો-સેન્‍સિટીવ ઝોન/બફરઝોનમાં વન્‍યપ્રાણીઓની કુદરતી મુવમેન્‍ટને અસર કરે તેવી કોઈપણ પ્રવળત્તિ કરવી નહીં, અને જો થતી હોય તો તેમને અટકાવવામાં આવે.

ટાઈગર રિઝર્વસનાં આરક્ષિત વિસ્‍તાર તથાં તેને ફરતાં ઇકો-સેન્‍સિટીવ ઝોન/બફરઝોનને ‘સાયલન્‍સ ઝોન' જાહેર કરવામાં આવે.

અહીં સુપ્રીમ કોર્ટ દ્વારા ધ્‍વનિ પ્રદૂષણ (નિયમન અને નિયંત્રણ) નિયમો, ૨૦૦૦, વન્‍યપ્રાણી (સંરક્ષણ) અધિનિયમ - ૧૯૭૨ તથાં પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ - ૧૯૮૬ ની જોગવાઈઓનો ટાઈગર રિઝર્વસ માટે સંદર્ભ લેવાયેલ છે; પરંતુ આ નિયમો તથાં કાયદાઓ સમગ્ર દેશમાં એક સમાન રીતે લાગુ પડે છે. એશિયાઈ સિંહો તથાં અન્‍ય વન્‍યસળષ્ટિનાં લાંબા ગાળાનાં હિતમાં ગીર રાષ્‍ટ્રીય ઉદ્યાન અને વન્‍યપ્રાણી અભયારણ્‍ય તથાં પાણીયા વન્‍યપ્રાણી અભયારણ્‍ય અને તેમનાં ઇકો-સેન્‍સિટીવ ઝોન/બફરઝોન ને તાત્‍કાલિક અસરથી ‘સાયલન્‍સ ઝોન' જાહેર કરવા માટે યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવા નમ્ર વિનંતી છે. તેવુ અંતમાં ભુષણ પંડયા પોતાની રજુઆતમાં જણાવ્‍યું છે. (મો. નં.: ૯૪૨૮૨ ૦૩૧૧૭)

(2:58 PM IST)