<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

IPS ડો.હરપાલસિંહ જાડેજા ઈમરજન્‍સી વિભાગમાં તબીબ તરીકે ખૂબ લોકપ્રિય બનેલા

Dig લેવલે સીલેક્‍શન ગ્રેડ મેળવનાર રાજકોટના ડીસીપી ટ્રાફિક યશશ્વી કારકિર્દી ધરાવે છે

રાજકોટ, તા.રઃ તાજેતરમાં નવા વર્ષની ભેટ તરીકે બઢતી માટે હક્કદાર એડી ડીજીને ડીજીપી, dig થી IG થી માંડી એસપી લેવલે સિનિયર IPS ને ડીઆઈજી સાથે બીજા સિનિયરોને dig પગાર સિલેક્‍શનમાં રાજકોટના ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજાનો સમાવેશ થતા શુભેચ્‍છકો દ્વારા અભિનંદન અપરંવાર વર્ષી રહ્યા છે, તો ચાલો તેમના યશશ્વી જીવનની ઝલક મેળવીએ.

જન્‍મ તારીખ, સ્‍થળઃ- ૦૩/૧૧/૧૯૭૭, અમદાવાદ

શાળાકીય અભ્‍યાસઃ- પ્રાથમિક શિક્ષણ ગોમતીપુર, અમદાવાદ ખાતે લીધા બાદ બાકીનું શાળાકીય શિક્ષણ નારણપુરા, અમદાવાદ ખાતે લીધેલ.

ગ્રેજયુએશનઃ- વર્ષ-૧૯૯૫ માં ભાવનગર મેડીકલ કોલેજ ખાતે M.B.B.S. માં એડમીશન મેળવી વર્ષ-૨૦૦૧ માં M.B.B.S. પૂર્ણ કરેલ.

કારકીર્દીઃ-  M.B.B.S. પૂર્ણ કર્યા બાદ એક વર્ષ માટે સી.યુ. શાહ મેડીકલ કોલેજ એન્‍ડ હોસ્‍પિટલ, સુરેન્‍દ્રનગર ખાતે એનેસ્‍થેસીયા વિભાગમાં ફરજ બજાવી.

વર્ષ-૨૦૦૩ થી ૨૦૦૫ સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર, વરતેજ-જી.ભાવનગર ખાતે તબીબી અધિક્ષક તરીકે સેવા આપી.

વર્ષ-૨૦૦૫ થી વર્ષ-૨૦૧૧ જી.જી. હોસ્‍પિટલ, જામનગર ખાતેના તાત્‍કાલીક સારવાર વિભાગ (ઇમરજન્‍સી વિભાગ) માં તબીબી અધિકારી (મેડીકલ ઓફિસર) તરીકે ફરજ બજાવેલ.

ૂજી.જી.હોસ્‍પિટલ જામનગર ખાતેના ફરજના સમયગાળા દરમિયાન જી.પી.એસ.સી. (ગુજરાત જાહેર સેવા આયોગ) ની વર્ગ-૦૧ અને ૦૨ ની પરીક્ષા ઉતીર્ણ કરી ડાયરેકટ ડી.વાય.એસ.પી. પો.સ્‍ટે માટે પસંગદી પામેલ.

ૂત્‍યારબાદ ૦૧ વર્ષ માટેની કરાઇ ગાંધીનગર ખાતે પોલીસ અધિકારી તરીકેની બેઝીક તાલીમ મેળવી ડી.વાય.એસ.પી. તરીકે વર્ષ-૨૦૧૨ થી ૨૦૧૯ દરમિયાન વડોદરા ગ્રામ્‍ય, છોટાઉદેપુર, સચિવાલય સલામતી-ગાંધીનગર, માંગરોળ (જુનાગઢ) તથા ગોંડલ (રાજકોટ) ખાતે ફરજ બજાવેલ.

વર્ષ-૨૦૧૯ માં એસ.પી. તરીકેનું પ્રમોશન આવતા ગોંડલ ખાતેથી પ્રથમ એસ.આર.પી. જુથ ગાંધીનગર ખાતે અને ત્‍યારબાદ એસ.આર.પી. જુથ-૦૧ વડોદરા ખાતે પોલીસ અધીક્ષક તરીકેની ફરજ બજાવેલ છે. જે દરમિયાન અમોને I.P.S. (૨૦૧૭) નું વર્ષ ફાળવવામાં આવેલ છે અને હાલ ઓગષ્ટ-૨૦૨૫ થી રાજકોટ શહેર ખાતે ડી.સી.પી. ટ્રાફિક તરીકે ફરજ બજાવીએ છીએ.

(3:16 PM IST)