<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

સુરતના સરથાણામાં પાટીદાર સમાજની સગીરાના અપહરણ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવાનો કમિશનરનો આદેશ

તાત્કાલિક ધોરણે તપાસના કાગળો સુરત ક્રાઈમ બ્રાન્ચને સોંપવા, સરથાણા પીઆઈને આદેશ કરાયો

સુરતના સરથાણામાં પાટીદાર સમાજની સગીરાના અપહરણનો મામલો ગરમાયો છે, સરથાણા પોલીસની ઢીલી કામગીરીના પગલે તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ છે. સુરત પોલીસ કમિશનર આ મુદ્દે આકરા મૂડમાં આવીને સરથાણાના પીઆઈનો ઉધડો લીધો હોવાના વાવડ ફેલાયા છે. 

 સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા તપાસના આદેશ કરાયા છે. તાત્કાલિક ધોરણે તપાસના કાગળો સુરત ક્રાઈમ બ્રાન્ચને સોંપવા, સરથાણા પીઆઈને આદેશ કરાયો છે. યુવતી અપહરણ જે ગુનાની તપાસ કરી રહેલી સરથાણા પોલીસની ઢીલી કામગીરી સામે આવી હોવાની પણ ચર્ચા જાગી છે ,સગીરાને શોધવા અને આરોપીની ધરપકડ કરવામાં સરથાણા પોલીસ નિષ્ફળ નીવડી હોવાની વાતો ચર્ચાઈ રહી છે. જ્યાં પાટીદાર સમાજના અગ્રણીઓની રજૂઆતને પગલે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હોવાની પણ ચર્ચા થઈ રહી છે

 

(6:21 PM IST)