<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

વર્ષ ૨૦૨૬માં સોનું ખરીદવું કે વેચવું? જ્યોતિષીઓની આ આગાહી વાંચીને રોકાણકારોના હોશ ઉડી જશે, જાણો કયા મહિનામાં સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચશે

ગુરુ અને શનિની ચાલ બદલશે બજારનું નસીબ: ડોલર ₹૯૦ને પાર કરે તેવી શક્યતા, જાન્યુઆરીમાં ખરીદીની સુવર્ણ તક - જ્યોતિષી ડૉ. અરુણ બંસલનું ચોંકાવનારું વિશ્લેષણ

અમદાવાદ : નવું વર્ષ ૨૦૨૬ શરૂ થતાની સાથે જ રોકાણકારોના મનમાં એક જ સવાલ છે કે સોના-ચાંદીના ભાવ વધશે કે ઘટશે? ૨૦૨૫ના વર્ષમાં કિંમતી ધાતુઓએ જબરદસ્ત વળતર આપ્યા બાદ હવે ૨૦૨૬નું વર્ષ ગ્રહોની દ્રષ્ટિએ કેવું રહેશે તેની ગણતરીઓ શરૂ થઈ ગઈ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ૨૦૨૬માં શનિ આખું વર્ષ મીન રાશિમાં રહેશે, જે બજારમાં મોટી ઉથલપાથલના સંકેત આપી રહ્યો છે.
 જ્યોતિષીય વિશ્લેષણ મુજબ, સોનાનો કારક ગ્રહ 'ગુરુ' ત્રણ વખત રાશિ પરિવર્તન કરશે. વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી મહિનામાં સોનાના ભાવ તેના સૌથી નીચલા સ્તરે રહી શકે છે, જે ખરીદી માટે શ્રેષ્ઠ તક છે. ફેબ્રુઆરીથી ભાવમાં વધારો શરૂ થશે અને જુલાઈના અંત સુધીમાં સોનું તેના ઓલ-ટાઈમ હાઈ લેવલ પર પહોંચી શકે છે. જોકે, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ભાવમાં ફરી ઘટાડો જોવા મળશે, જે બાદ નવેમ્બર-ડિસેમ્બરમાં ફરી તેજી આવશે.
ચાંદી પર શુક્ર ગ્રહનું શાસન છે. ૨૦૨૬માં જાન્યુઆરીના અંતમાં ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. જે બાદ ઓગસ્ટ મહિનામાં ચાંદીની ચમક વધશે. નિષ્ણાતોના મતે, વર્ષના અંતિમ બે મહિના એટલે કે નવેમ્બર અને ડિસેમ્બરમાં ચાંદીમાં અત્યાર સુધીની સૌથી મજબૂત તેજી જોવા મળી શકે છે.
શેરબજારના પ્રેમીઓ માટે જૂન મહિનો અત્યંત મહત્વનો સાબિત થશે, કારણ કે નિફ્ટી જૂન મહિનામાં તેની ટોચ પર પહોંચી શકે છે. બીજી તરફ, અમેરિકી ડોલર આ વર્ષે ભારતીય રોકાણકારોને પરેશાન કરી શકે છે. જ્યોતિષીય ગણતરી મુજબ ડોલરનો ભાવ ₹૯૦ની ઉપર રહેવાની સંભાવના છે, ખાસ કરીને એપ્રિલ અને મે મહિનામાં ડોલર તેના ઉચ્ચતમ સ્તરે હશે.
(ડિસ્ક્લેમર: આ સમાચાર જ્યોતિષીય માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લેવી.

(8:31 PM IST)