<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

એકતા નગર SOU પર પિંક રિક્ષા ફેરવતી આદિવાસી મહિલાઓનું નવા વર્ષે સન્માન કરાયું

( ભરત શાહ દ્વારા ) નર્મદા : એકતા નગરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ પ્રવાસન વ્યવસ્થાપનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી પિંક રિક્ષા આદિવાસી સમુદાયની મહિલાઓનું નવા વર્ષની શરૂઆતના દિવસે સન્માન કરાયું 
નવા વર્ષની ઉજવણીના ભાગ રૂપે હોટેલ ટીમે પિંક રિક્ષા મહિલાઓને ખાસ નવા વર્ષના લંચ માટે આમંત્રણ આપ્યું હતું, જેમાં પીક ફેસ્ટિવ સીઝન દરમિયાન તેમના સમર્પણ અને અથાક સેવાને માન્યતા આપવામાં આવી હતી.
ત્યારે કેવડિયા સ્થિત તાજ વિવાન્તા જીંજર હોટલ ની  ટીમ દ્વારા 80 થી વધુ  રિક્ષા ચાલક  મહિલાઓનું પરંપરાગત સ્વાગત આરતી, ટિક્કા અને તુલસીના માળા સાથે કરવામાં આવ્યું હતું, જે ભારતીય આતિથ્ય અને આદરને પ્રતિબિંબિત કરે છે. હોટેલના જનરલ મેનેજર  કન્હૈયા ઝાએ જણાવ્યું હતું કે,“પિંક રિક્ષા ખરેખર સ્ટેચ્યુ ઓફ યુનિટીનું હૃદય ધબકતું છે. નાતાલ અને નવા વર્ષ દરમિયાન છેલ્લા 10 દિવસોમાં, એકતા નગરે દરરોજ લગભગ 50,000 પ્રવાસીઓ આવ્યા હતા  ત્યારે  આ મહિલાઓએ અથાક મહેનત કરી અને સમર્પણ અને હૂંફ સાથે પ્રવાસીઓને કોઈપણ જાતની અગવડ વગર તેઓને મુસાફરી સારી રીતે કરાવી હતી જે બદલ તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા

(11:32 PM IST)