<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

ડો.શમશેર સિંઘ સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન મુજબ મુખ્‍ય પોલીસ વડા નહિ બની શકે...

સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન મુજબ મુખ્‍ય પોલીસ વડા બનવા માટે ઓછામાં ઓછો નિવળતિ પહેલાં ૬ માસ બાકી હોવા જોઈએ, પરંતુ આ સિનિયર મોસ્‍ટ IPS માર્ચ માસમાં નિવળત થાય છે, જો એક વખત રેગ્‍યુલર મુખ્‍ય પોલીસ વડા બની જાય તો બે વર્ષ સુધી હટાવી પણ ન શકાય એવું પણ સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન છે કે એલ એન રાવ ઇન્‍ચાર્જ ડીજી બન્‍યાના ગણતરીના સમયમાં ગુજરાત કેડરના સિનિયર મોસ્‍ટ IPS નો bsf કાર્યકાળ ટુંકાયો, આ છે અનુમાન, અટકળોની આંધી જોરશોરથી ઊઠવાનું રહસ્‍ય નવાઈની વાત એ છે કે તેઓ ગુજરાતના સહુથી સિનિયર હોવા છતાં કેન્‍દ્રમાં ડીજી લેવલે નહીં, એડિશનલ ડીજી લેવલે હતા, સ્‍વાભાવિક કોઈ પણ અધિકારી માટે આ બાબત યોગ્‍ય ન ગણે, ગુજરાતમાં તેમને સર્વોચ્‍ચ સ્‍થાનનું માન મળશે, સંનિષ્ઠ અધિકારીઓ માટે આ પણ એક મોટી વાત હોય છે

રાજકોટ તા.૩: ગુજરાત કેડરના ૧૯૯૧ બેચના ડીજી કરવાના સિનિયર મોસ્‍ટ IPS અને હાલ કેન્‍દ્ર સરકારના BSF (મધ્‍યપ્રદેશ) ખાતે ફરજ બજાવતા સમશેર સિંઘને અચાનક તેમનો કાર્યકાળ કેન્‍દ્રમાં પૂર્ણ થાય તે પહેલા તેમને કેન્‍દ્ર દ્વારા પરત તેમની પેરેન્‍ટ કેડર અર્થાત ગુજરાત પરત મોકલતા અનેકવિધ અનુમાનો અને અટકળોની આંધી ઊઠવા માંડી છે, આ આંધી પુરજોશમાં ચાલી છે તેના મૂળમાં ૧૯૯૨ બેચના સિનિયર IPS ડો કે એલ .એન.રાવને રેગ્‍યુલર ડીજીપી બનાવવાને બદલે અંતિમ ઘડીએ ચાર્જ અપાયો તેના પરિપેક્ષમાં આ ઓર્ડર જોવામાં આવે છે.

લાંચ રૂશ્વત વિરોધી બ્‍યુરો સહિત વિવિધ સ્‍થળોએ પ્રસંશનીય કામગીરી કરી ચૂકેલા શમશેર સિંઘ એટલા માટે મુખ્‍ય ડીજીપી ન બની શકે કે , સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન મુજબ મુખ્‍ય પોલીસ વડા બનવા માટે નિવળતિ  આડે ઓછામાં ઓછા ૬ માસ બાકી હોવા જોઈએ, શમશેર સિંઘ માર્ચ માસની ૨૫ તારીખે નિવળત થાય છે, અર્થાત્‌ ૩ માસથી ઓછો સમય છે, આ કારણે નવી પેનલ બને તો પણ સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઈને મુજબ માન્‍ય ન રહે.

હવે સવાલ એ થાય કે તેઓ ઇન્‍ચાર્જ ડીજીપી કરતા પણ સિનિયર હોવાથી તેમના નીચે પ્રોટોકોલ મુજબ કેવી રીતે મૂકી શકાય, તો આનો જવાબ એ છે કે, ગુજરાતમાં ત્રણ ચાર વિભાગ એવા છે કે જે મુખ્‍ય પોલીસ વડા નીચે નહી પણ ગળહ મંત્રાલય નીચે આવે છે. આ વિભાગોમાં ACB,  રાજ્‍યોની જેલ, હોમ ગાર્ડ અને સિવિલ ડિફેન્‍સ અને પોલીસ હાઉસિંગ છે. જેલ વિભાગ ખાલી છે,  હોમ ગાર્ડ સિવિલ ડિફેન્‍સ ખાલી છે, આ સ્‍થાન પર તેમની નિમણૂક કરી શકાય, એવું અનુભવી  ips અને IAS વર્તુળો માની રહ્યા છે.

તો હવે સવાલ એ થાય કે ૧૯૯૧ બેચના આ સિનિયર અધિકારી ગુજરાત પરત આવે તો તેમને શું લાભ?  પ્રથમ તો અહીં રાજ્‍ય સરકારમાં સિનિયર મોસ્‍ટ ડીજીપી તરીકે તેમનું માન દરેક સ્‍ટેજે જળવાય, ત્‍યાં તેમનાથી જુનિયર ડીજી લેવલે અને શમશેરસીઘજી બીએસએફમાં એડિશનલ ડીજીપી પદે હોય એ કોઈપણ અધિકારીને પસંદ ન હોય તે દિવા જેવી સ્‍પષ્ટ વાત છે. ગુજરાતમાં તેવો નિવળત થાય ત્‍યારે પણ સિનિયર મોસ્‍ટ ડીજીપી તરીકે નિવળત થાય અને તેમનો માન મરતબો આ રીતે વધે, એક સંનિષ્ઠ અધિકારી માટે આ પણ ખૂબ મોટી બાબત ગણાય.

(11:25 AM IST)