<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

માં અંબાનો આજે પ્રાગટ્ય દિવસ : વહેલી સવારથી જ પ્રથમ શક્તિપીઠ અંબાજી ધામમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

ભાવિકોએ માતાની મંગળા આરતીના દર્શનનો લાભ લીધો. પોષી પૂર્ણિમાએ અંબાજી ધામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન

અંબાજી : પોષ માસની પૂર્ણિમા એ માતા અંબાનો પ્રાગટ્ય દિવસ મનાય છે. તો સાથે જ આજે ગુપ્ત નવરાત્રી એવી “શાકંભરી નવરાત્રી”ની પૂર્ણાહુતિ પણ થતી હોય છે. ત્યારે વહેલી સવારથી જ પ્રથમ શક્તિપીઠ એવા અંબાજી ધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા અને માતાની મંગળા આરતીના દર્શનનો લાભ લીધો. પોષી પૂર્ણિમાએ અંબાજી ધામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન થતું હોય છે. સૌ પ્રથમ ગબ્બર પરથી મા અંબાની જ્યોત લાવી. તેને અંબાજી મંદિરમાં સ્થાપિત જ્યોત સાથે એકરૂપ કરાય છે. અને ત્યારબાદ તે જ્યોતને સાથે રાખી. ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાતું હોય છે. માતા અંબાની ચલિત પ્રતિમાને હાથી પર સવારી કરાવી નગર પરિભ્રમણ કરાવાય છે. ત્યારે મોટી સંખ્યામાં ભાવિકો. આ શોભાયાત્રામાં જોડાય તેવી શક્યતા છે.

 

(1:14 PM IST)