News of Saturday, 3rd January 2026
૧૦૧૬ પાસામાં, ૨૯૮ તડીપાર : સુરત તમામ વિક્રમો તોડી રહયુ છે..
બે ડઝનથી વધુ સાયબર ક્રિમીનલો, મહિલાઓની જાતીય સતામણી કરતા ૫૩ અને બે ડઝન વ્યાજખોરો પણ સીપીની દીર્ધ દ્રષ્ટિને કારણે જેલના સળિયા ગણતા થયા છે, pcb પીઆઇ આર એસ સુવેરા અકિલા સાથે ભીતરી કથા વર્ણવે છે વિવિધ અભિયાનમાં મહત્વના પ્રશ્નોની પ્રાયોરીટી, દરેક સપ્તાહે હિસાબઃ વિવિધ અભિયાન માટે જવાબદારી, સીપી, લોકો અને ગાંધીનગર નોંધ લેતુ હોવાથી પોલીસ સ્ટાફ રાત દિવસ દોડે છે

રાજકોટ, તા.૩: સુરતના પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત, નો વોન્ટેડ ઇન સુરત સાથે નો હાર્ડ કોર ક્રિમીનલ ઈન સુરત અભિયાન અંતર્ગત ગત વર્ષ દરમિયાન ૧૦૧૬ લોકોને પાસામાં અને ૨૯૮ લોકોને તડીપાર કરવામાં આવ્યા હોવાનું સીપીના સીધા માર્ગદર્શન હેઠળ આ તમામ પગલાંઓની અમલવારી જે બ્રાન્ચ દ્વારા કરવામાં આવે છે તેવી PCB બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એસ. સુવેરાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
અકિલા સાથેની વાતચીતમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર એસ સુવેરાએ જણાવેલ કે, પોલીસ કમિશ્બરસ્તીના IB કાર્યકાળને કારણે વિવિધ સેન્ટ્રલ એજન્સીઓ સાથે તેમના જીવંત સંપર્કો ખૂબ ઉપયોગી બને છે, ગુજરાત સહિત રાષ્ટ્રીય લેવલે સાયબર ફ્રોડના વધતા જતા બનાવો અંતર્ગત સાયબર ક્રાઇમ વિભાગ સાથે વિવિધ એજન્સીઓની એક ખાસ ટીમ ઉભી કરી છે, એકાઉન્ટ્સ ભાડે, ડિજિટલ એરેસ્ટ ફ્રોડ સહિતના ગુનેગારોમાં ધાક બેસાડવા ૨૭ આરોપી પાસા હેઠળ મોકલાયા છે, વિવિધ અભિયાનો માત્ર કાગળ પર નહિ તેની અમલવારી માટે નિયમિત બેઠકો યોજી પોલીસ કમિશનર હિસાબ માગે છે, આ અભિયાનમાં મહત્વના પ્રશ્ને પોલીસ કમિશનર દ્વારા ક્રમશઃ પ્રાથમિકતા નક્કી થયેલ છે, મહિલા વિરુદ્ધ , માસૂમ બાળકો સાથેના દુષ્કર્મ પ્રયોરીટી આપવામાં આવી છે , આવા ૫૩ લોકો પાસામાં છે. લોકોની લાચારીનો લાભ લેતા વ્યાજખોરો પણ વિશેષ અભિયાનની કેટેગરીમાં પ્રયોરીટીમાં છે.
આ બધી અમલવારી માટે નોડલ ઓફિસરની સીપી દ્વારા નિમણૂક કરી છે, તમામ અભિયાન ખૂબ પ્લાનિંગ સાથે તેની અમલવારી ખરા હદયથી થવાથી આ પરિણામ મળ્યા છે, હવે આ બધા અભિયાન રાજ્ય લેવલે અમલી બનાવવા હર્ષભાઈ સક્રિય થયા છે.
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
