<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

માતા-પિતા બાળકોને મોબાઇલ મૂકાવી મેદાનમાં મોકલેઃ મહેન્‍દ્ર પાડલિયા

ઓસમ આરોહણ સ્‍પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ

ઓસમ ડુંગર આરોહણ સ્‍પર્ધાના વિજેતાઓને ધારાસભ્‍ય ડો.મહેન્‍દ્ર પાડલિયાના હસ્‍તે ઇનામ વિતરણ કરાયેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ તા. ૩: ઓસમ ડુંગરની ગોદમાં જાન્‍યુઆરી મહિનાની કડકડતી ઠંડીમાં વહેલી સવારે ઉમંગ અને ઉત્‍સાહ સાથે પાંચમી ઓસમ આરોહણ - અવરોહણ સ્‍પર્ધાનો ધારાસભ્‍યશ્રી ડો. મહેન્‍દ્રભાઈ પાડલીયાએ લીલી ઝંડી બતાવી શુભારંભ કરાવ્‍યો હતો. આ સ્‍પર્ધામાં વિવિધ જિલ્લાના ૪૨૩ સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાંથી ૨૦ વિજેતાઓને રૂ.૨.૩૪ લાખના ઈનામથી મહાનુભાવોએ સન્‍માનિત કર્યા હતા.

યુવા અને સાંસ્‍કળતિક પ્રવુતિઓ વિભાગ - ગાંધીનગર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે છઠ્ઠી ઓસમ આરોહણ - અવરોહણ સ્‍પર્ધા'નું આયોજન કરાયુ હતું,  આ સ્‍પર્ધામાં ભાઈઓમાં ૯.૪૨ મિનિટ સાથે મારવાણીયા વિહાર પ્રથમ ક્રમાંકે તેમજ બહેનોમાં ૧૨.૧૧ મિનિટ સાથે પ્રથમ ક્રમાંકે બાવળીયા ત્રિશા વિજેતા થયા હતા. પાટણવાવ ખાતે ઓસમ ડુંગર ઉપર આવેલાં માત્રી માતાના મંદિરથી ટપકેશ્વર મહાદેવ થઈ તળેટીએ સ્‍પર્ધકો પરત પહોંચ્‍યા હતા. આ તકે ધારાસભ્‍યશ્રી ડો. મહેન્‍દ્રભાઈ પાડલીયાએ જણાવ્‍યું કે, ‘‘આવનારા દસ વર્ષ એ ભારતના યુવાનોનો સમય છે. તમામ સ્‍પોર્ટ્‍સમેનને ભવિષ્‍યમાં રમતગમત ક્ષેત્રે સોનાનો સુરજ જોવા મળવાનો છે. આવનારા સમયમાં ગુજરાતના વર્ષ ૨૦૩૦ માં કોમનવેલ્‍થ ગેમ્‍સનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્‍યું છે, જેમાં વિશ્વના ૧૧૨ દેશો ભાગ લેવાના છે. તેમજ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતળત્‍વમાં ભારતમાં ૨૦૩૬ માં ઓલમ્‍પિક રમાય તેવી પણ શકયતાઓ જોવા મળી રહી છે.જે બાળકો સ્‍પોર્ટ્‍સમાં અવ્‍વલ છે, તેમની ફિઝિકલ અને મેન્‍ટલ ફિટનેસ અન્‍ય બાળકો કરતાં વધારે હોય છે. માતા-પિતાએ બાળકોને મોબાઇલ મુકાવીને મેદાનમાં લઈ આવવા પ્રોત્‍સાહન પુરૂ પાડવું જોઈએ.

આજે ઓસમ ડુંગરમા યોજાયેલ છઠ્ઠી આરોહણ-અવરોહણ સ્‍પર્ધાના વિજેતા સ્‍પર્ધકોને રાજ્‍ય સરકાર દ્વારા પ્રોત્‍સાહિત કરવામાં છે અને વિજેતા સ્‍પર્ધકો આગામી દિવસોમાં ગીરનાર ખાતે યોજાનાર સ્‍પર્ધામા ભાગ લઈ શકશે તેમ ધારાસભ્‍યશ્રીએ ઉમેર્યુ હતુ.

પ્રાંત અધિકારીશ્રી નાગાજણ તરખાલાએ પોતાના ઉદબોધનમા રાજ્‍યમાં વિવિધ સ્‍થળોએ યોજાતી આરોહણ-અવરોહણ સ્‍પર્ધાનો ઉલ્લેખ કર્યો હતો તથા આવનારા સમયમાં ઓસમ ડુંગર ખાતે થનારા વિકાસ કાર્યોની રૂપરેખા આપી હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેષ દિહોરાએ શાબ્‍દિક સ્‍વાગતમાં ઓસમ આરોહણ-અવરોહણ સ્‍પર્ધામાં મહેમાનો, ગ્રામજનો અને સ્‍પર્ધકોને આવકારી સ્‍પર્ધાની વિસ્‍તળત જાણકારી આપી હતી. સ્‍પર્ધાનું સંચાલનશ્રી હારૂનભાઈ વિહળે કર્યુ હતું. આ પ્રસંગે ઉપલેટાની કોલેજના ફિઝિકલ એજ્‍યુકેશન પ્રોફેસર શ્રી બુટાણી તથા ફિટનેસ કોચ શ્રી પેથાણીનું વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રવિભાઈ વડાલીયા, જિલ્લા પંચાયતના સદસ્‍ય વિરલભાઈ પનારા, સરપંચ શ્રી પ્રવીણભાઈ, અગ્રણીશ્રી મયુરભાઈ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, પોલીસ અને ફોરેસ્‍ટ વિભાગ, પી.જી.વી.સી.એલ, આરોગ્‍ય સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. વિજેતા સ્‍પર્ધકોને પાટણવાવ ગામના અગ્રણી રાજુભાઈ પેથાણી તરફથી ૫૧ હજાર રૂપિયાની રકમ દ્રારા સન્‍માનિત કરાયા હતા.(

(2:57 PM IST)