News of Saturday, 3rd January 2026
A-૪ કાગળથી કોર્ટોની કામગીરીમાં થયેલ વિપરીત અસરના મુદ્દે વિરોધ બાદ પરિપત્રની અમલવારી મોકુફ
બીજા પરિપત્ર બહાર ન પડે ત્યાં સુધી તા. ૩૧ જાન્યુ. સુધી પરિપત્ર અમલવારી નહી કરાઇ

રાજકોટઃ તા.૩, ગુજરાત હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં અદાલતોની કેસ ફાઇલિંગ સહિતની કાર્યવાહીમાં તા. ૧લી જાન્યુઆરી ૨૦૨૬થી ઍ-ફોર સાઈઝના કાગળ વાપરવા અને કોમ્પ્યુટર લખાણમાં લોહીત ફોન્ટ વાપરવાનો બહાર પાડવામાં પરિપત્રની અમલવારી તા. ૩૧/ ૧/ ૨૦૨૬ સુધી મુલતવી રાખવાનો આજે બીજો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર દ્વારા ગઇ તા.૨૨/ ૧૨/ ૨૦૨૫ના રોજ અદાલતો જોગ ઍક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં વકીલોઍ રાજ્યની ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયરી સમક્ષ રજૂ થતા વકીલાતપત્ર, પિટિશન,ઍફિડેવિટ, પ્લીડિંગ વિગેરેમાં ઍ-ફોર સાઈઝના પેપરનો ઉપયોગ કરવો, તેમજ પેપરની બંને બાજુઍ પ્રિન્ટ કરવું તે મતલબનો પરિપત્ર જાહેર કરેલ હતો. દરમિયાન તે પરિપત્રની અમલવારી સંદર્ભે વકીલોમાં વિરોધ હોવાની હાઇકોર્ટમાં રજૂઆતો કરાતી હોય, ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા ઍ પરિપત્રની અમલવારી ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ સુધી મુલતવી રાખવા અંગે નવો આદેશ જારી કરવામાં આવ્યો છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
