<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

વડોદરામાં અકોટા વિસ્તારમાં ડિલિવરી બોયના સ્વાંગમાં આવેલો ગઠીયો સોનાની ચેઈન ખેંચી ફરાર

પાર્સલ આપવાના બહાને વૃદ્ધે પહેરેલી ચેઈન ખેંચી નાસી છૂટ્યો. ચોરની કરતૂત CCTVમાં કેદ થઈ

વડોદરાઃ અકોટા વિસ્તારમાં ડિલિવરી બોયના સ્વાંગમાં આવેલો ગઠીયો સોનાની ચેઈન ખેંચી ફરાર થયો. પાર્સલ આપવાના બહાને વૃદ્ધે પહેરેલી ચેઈન ખેંચી નાસી છૂટ્યો. ચોરની કરતૂત CCTVમાં કેદ થઈ. અકોટા વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં ઘટના બની હતી.

CCTV ફૂટેજમાં સામે આવ્યુ કે એક ડિલીવરી બોય ટૂ-વ્હીલર પર સોસાયટીમાં આવે છે અને તકનો લાભ લઈ એક વૃદ્ધને તમારું પાર્સલ છે, સહી કરી આપો એમ કહી વાતોમાં ભોળવે છે. આ દરમ્યાન વૃદ્ધને પેકેટ પકડાવી સહી કરાવવાના બહાને તેમણે ગળામાં પહેરેલી સોનાની ચેઈન ખેંચી ફરાર થઈ જાય છે.

(6:09 PM IST)