News of Saturday, 3rd January 2026
સાગબારા પો.સ્ટે.ના ધાડના ગુનાના ભાગેડું આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડતી સાગબારા પોલીસ
નર્મદા જિલ્લાના ધાડના એક વર્ષથી ભાગેલા આરોપીને રાજસ્થાનથી સાગબારા પોલીસે ઝડપી પાડ્યો.

( ભરત શાહ દ્વારા ) નર્મદા:વિશાખા ડબરાલ પોલીસ અધિક્ષક નર્મદાનાઓ દ્વારા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ જે અનુસંધાને વિરલ ચંદન, ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા ડિવીઝન રાજપીપલાનાઓ તથા જે.એમ.લટા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર સાગબારા પોલીસ સ્ટેશનનાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા માર્ગદર્શન આપતા સર્વેલન્સ ટીમને ચોક્કસ બાતમી મળેલ કે,સાગબારા પોલીસ સ્ટેશન ના ધાડ નો નાસતો ફરતો આરોપી વિનોદ અરેંગ પાટીદાર( રહે.ડેચા તા.સાગવાડા જી.ડુંગરપુર ( રાજસ્થાન ) રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જીલ્લાના સાગવાડા ખાતે આવેલ પ્રેમ પેલેસ હોટલમાં રહેતો હોવાની હકીકત મળેલ જેના આધારે તપાસ કરતા તે ત્યાંથી મળી આવતા તેને રાજસ્થાન ખાતેથી પકડી તેને આ ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
