તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 4th January 2026
ગુજરાતમા આ વર્ષે શિયાળામાં પહેલીવાર ઠંડીનો પારો પહોંચ્યો 8 ડિગ્રી
નલીયા ઠંડુગારઃ રજકોટ બીજાક્રમેઃ ડીસામાં ૧૦.૮ ડીગ્રી નોંધાઇ

અમદાવાદઃ ગુજરાતમાં આજે રવિવારના રોજ ઠંડીનો પારો 8 ડિગ્રી સુધી ગગડ્યો છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી કચ્છમાં નોંધાઈ છે. કચ્છના નલિયામાં ઠંડીનો પારો એકાએક ગગડીને 8 ડિગ્રીએ પહોચી ગયો છે. જે સામાન્ય કરતા 1 ડિગ્રી ઓછી છે. રાજકોટમાં પણ સામાન્ય તાપમાન કરતા લઘુતમ તાપમાન 3 ડિગ્રી જેટલું ગગડ્યું છે. રાજકોટમાં ઠંડીનો પારો 9.5 ડિગ્રીએ અટકયો છે. જ્યારે ઉત્તર ગુજરાતના ડીસામાં 10.8 ડિગ્રી ઠંડી નોંધાઈ છે.
જો સૌરાષ્ટ્રના શહેરોમાં નોંધાયેલ ઠંડીની વાત કરીએ તો, ભાવનગરમાં 14.6 ડિગ્રી, ભૂજમાં 11.2 ડિગ્રી, દ્વારકામા 14.9 ડિગ્રી, કંડલામાં 13 ડિગ્રી, ઓખામાં 18.5 ડિગ્રી, પોરબંદરમાં 13.9 ડિગ્રી અને વેરાવળમાં 16.9 ડિગ્રી ઠંડી નોંધાઈ છે.
અમદાવાદમાં ઠંડીનો પારો 14 ડિગ્રીએ અટક્યો છે. જ્યારે રાજ્યના સૌથી હરિયાળા નગર તરીકે ઓળખ પામેલા ગાંધીનગરમાં 12 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. વડોદરામાં 14.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
