તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th January 2026
કુરિવાજોને તિલાંજલિ આપશેઃ 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ઠાકોર સમાજે એક પ્રેરણાદાયી પહેલ કરીઃ ખોટા કુરિવાજોને તિલાંજલી આપવા માટે અને સમાજ સુધારણા માટે ઠાકોર સમાજ માટે એક સર્વ સંમતિથી બંધારણ તૈયાર કરવામાં આવ્યું

અમદાવાદઃ ઠાકોર સમાજે કુરિવાજોને તિલાંજલિ આપવા અને સામજિક સુધારણા માટે એક મોટી પહેલ કરી છે. બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા દિયોદર તાલુકાના ઓગડધામ ખાતે આજે (4 જાન્યુઆરી)ના રોજ સમાજનું એક વિશાળ સંમેલન યોજાયું હતું. આ સંમેલનનો મુખ્ય ઉદેશ ખાસ કરીને કેટલાક રીત રિવાજ પર પ્રકાશ પાડીને કેટલાક સુધારા કરીને સમાજ માટે એક ચોક્કસ બંધારણ તૈયાર કરાવનો હતો. સંમેલનમાં ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક આધુનિક અને સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના કરાઇ છે. જેમાં મુખ્ય 16 મુદ્દાને આવરી લેવામાં આવ્યાં છે. જેનું વાંચન ગેની બહેને કરીને સમગ્ર બંધારણ વિશે સમાજને અવગત કર્યાં હતા. જાણીએ શું છે મહત્વના 16 મુખ્ય મુદ્દા
ગેનીબેને બંધારણ જાહેર કર્યુ હતું જેમાં
1.સગાઈમાં 21 લોકોથી વધારે વ્યક્તિ જઈ શકશે
2.ઓઢામણામાં કપડા કે દાગીના લઈ જવા નહીં
3.સગાઈમાં સાડી-નાળિયેર-રૂપિયો જ લઈ જવાનો રહેશે
4.વૈશાખ અથવા માહ મહિનામાં જ ઠાકોર સમાજ લગ્નની તારીખ નક્કી કરાશે
5.વૈશાખ મહિનાના 15 દિવસ, માહ મહિનામાં 15 દિવસમાં જ લગ્નની તારીખ નક્કી કરવી
6.લગ્નમાં મોંઘી પત્રિકા નહીં છપાવવી, માત્ર સાદી જ આમંત્રણ પત્રિકા છપાવવી
7.જાનમાં સનરુફ ગાડી ન લઈ જવી
8.જાનમાં 11થી વધુ ગાડીઓ ન લઈ જવી
9.મહિલાઓ, પુરુષો સાથે 100 વ્યક્તિને જ જાનમાં લઈ જવા
10.જાનમાં વધુને વધુ બે ઢોલ જ લઈ જવા
11.ઠાકોર સમાજના લગ્નમાં ડીજે પર મુકાયો પ્રતિબંધ
12.બુટ્ટી, મંગળસૂત્ર, પગની ઝાંઝરી અને સાદી બંગળી જ લઈ જવાની રહેશે
13.હલ્દી રશમ, એંટ્રી મારવાની પ્રથા બંધ કરવામાં આવે છે
14.જમણવારમાં મર્યાદિત જ વસ્તુઓ જ રાખવી
15.મામેરામાં કપડાની પહેરામણી પ્રથા બંધ કરવામાં આવે છે
16.મામેરામાં ઓછામાં ઓછા 11 હજાર, વધુમાં વધુ 1 લાખ 51 હજાર જ મુકી શકાશે. મામેરામાં દાગીના લઈ જવા પર પ્રતિબંધ મૂકાયો
ઉલ્લેખનિય છે કે, દિયોદરના ઓગડધામમાં ઠાકોર સમાજના મહાસંમેલનમાં રીત રિવાજના મંથન માટે અને બંધારણની રચના માટે સમાજના અગ્રીણીએ અને ભાજપ કોંગ્રેસના નેતાઓ એક મંચ પર એકઠા થયા હતા. અલ્પેશ ઠાકોર, લવિંગજી ઠાકોર, જગદીશ ઠાકોર હાજર સ્વરુપજી ઠાકોર, બળદેવજી ઠાકોર, ચંદનજી ઠાકોર,ગેનીબેન, જગદીશ ઠાકોર,અમૃતજી ઠાકોર અને ઋષિ ભારતી બાપુ પણ ઉપસ્થિત રહ્યાં હતા. ઉલ્લેખનિય છે કે, 15-11-2025ના રોજ બંધારણના તમામ મુદ્દાઓ નક્કી કરાયા હતા. બંધારણ માટે દરેક તાલુકા અને ગામોમાં બેઠકો થઈ હતી. 2 લાખ લોકોની લેખિત સહમતી પણ લેવાઈ હતી. આ સમંલનમાં સામાજિક કુરિવાજોને તિલાંજલિ આપવાનો સર્વસમંતિથી નિર્ણય લીધો હતો. 16 મુદ્દાના બંધારણને ગેની બહેને સમંલનમાં જાહેર કર્યું હતું.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
