<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

પીએમ મોદી અને જર્મનીના વાઇસ ચાન્સેલર પતંગ ઉત્સવનો પ્રારંભ કરાવશે? : આંતરરાષ્ટ્રીય પતંગોત્સવને તડામાર તૈયારી

વલ્લભસદન પાસેના રિવરફ્રન્ટ મેદાન ખાતે પતંગોત્સવની તૈયારીઓ પૂરજોશમાં : અનેક દેશોના પતંગબાજો આ મહોત્સવમાં આપી શકે છે હાજરી

અમદાવાદ : આંતરરાષ્ટ્રીય પતંગોત્સવને લઈને અમદાવાદમાં તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને જર્મનીના વાઇસ ચાન્સેલર દ્વારા પતંગ ઉત્સવની શરૂઆત થઈ શકે છે , વડાપ્રધાન મોદી મોદીની સંભવિત મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. વલ્લભસદન પાસેના રિવરફ્રન્ટ મેદાન ખાતે પતંગોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અનેક દેશોના પતંગબાજો આ મહોત્સવમાં હાજરી આપી શકે છે 

(5:07 PM IST)