<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આવતીકાલે રાજકોટની મુલાકાતે

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરશે: 'ઈન્ટરેકશન મીટ વિથ ઇન્ડસ્ટ્રીઝ' કાર્યક્રમ અંતર્ગત ઉદ્યોગપતિઓ, એસોસિએશનના પદાધિકારીઓ સાથે વાર્તાલાપ અને બેઠકો કરશે

રાજકોટ : આગામી તા. ૧૧ જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો શુભારંભ થનાર છે. આ કોન્ફરન્સ કચ્છ સૌરાષ્ટ્રના ઉદ્યોગ સાહસિકો માટે પ્રગતિ અને તકોના નવા દ્વાર ખોલવા જઈ રહી છે.  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રિજનલ કોન્ફરન્સ અને તેને સંલગ્ન તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. જેના અનુસંધાને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી આવતીકાલે રાજકોટ જિલ્લાની મુલાકાતે છે. તેઓ કલેક્ટર કચેરી ખાતે સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ ઔદ્યોગિક એસોસિએશન સાથે તેમજ રીજનલ કોન્ફરન્સના આયોજન સંબંધિત બાબતો અંગે વિવિધ બેઠકો કરશે. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી પ્રેસ મીડિયાને સંબોધન કરશે. આ સંદર્ભે ઇન્ડેક્ષ- બીના મેનેજીંગ ડિરેક્ટર કે.સી. સંપટ તેમજ કલેક્ટર ડો. ઓમપ્રકાશે નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, રૂડાના સી.ઈ.ઓ. ગૌતમ મિયાણી, પ્રાંત અધિકારીઓ, ડી.આઈ.સી., જી.આઈ.ડી.સી. સહિત સંલગ્ન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે આવતીકાલના કાર્યક્રમના આયોજન અંગે ચર્ચા કરી હતી.

(8:46 PM IST)