તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th January 2026
વહીવટીતંત્ર ઊંઘે ત્યારે પ્રજાએ જાગવું પડે : રાજપીપલા નજીક વરાછાના ગ્રામજનોએ રેતી ભરેલી ટ્રકો અટકાવતા તંત્રની પોલ ખુલી
ખાણ ખનીજથી લઇ કલેકટર સુધી અને એસ.પી.થી લઇ RTO સુધીની રજૂઆતો નિષ્ફળ જતા આખરે લોકો રસ્તા પર ઉતર્યા .

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપલા નજીક નર્મદા નદી કિનારે આવેલ વરાછા ના ગ્રામજનો એ બિનઅધિકૃત રેતી ભરેલી ઓવરલોડ ટ્રકો રસ્તા રોકી પાછી વાળતા સમગ્ર પંથકમાં જનશક્તિની ચર્ચા ચાલી રહી છે .
પ્રાપ્ત માહિતી મુજબ નાંદોદ તાલુકાના નર્મદા નદી કિનારે આવેલ વરાછા ગામમાં નદીના સામેના પટમાંથી રેતી ભરેલી ઓવરલોડ ટ્રકો માધવસેતુ બ્રિજ પર થઇ વરાછા ગામમાં થઇ ઉમલ્લા સુરત જતી હતી, રોજેરોજ દિવસ રાત લગભગ 100 થી વધુ ટ્રકો ગામમાં થઇ પસાર થતા ગ્રામજનો હેરાન થઇ ગયા હતા . ભારે ટ્રકો ને કારણે ગામના રસ્તા જર્જરિત થતા હતા .ઊડતી રેતીને કારણે ખેડૂતોના ખેતરો માં ખેતી ને નુકશાન ખુબ થતું હતું . ગ્રામજનોએ આ ટ્રકોની અવરજવર બંધ કરાવવા,કલેકટર, ભૂસ્તર શાસ્ત્રી , SP .RTO માં અનેક રજૂઆતો કરી પણ તંત્રના પેટનું પાણી પણ ના હાલ્યું ત્યારે આખરે ગ્રામજનોએ સંગઠિત બની રસ્તા રોકી ટ્રકોને અટકાવી , આજે દિવસ દરમ્યાન લગભગ 100 થી વધુ બિન અધિકૃત ઓવરલોડ રેતી ભરેલી ટ્રકો પાછી વાળી તંત્રને પ્રજા શક્તિનો પરચો આપી દીધો હતો . જેની પંથકના ગામોમાં ભારે ચર્ચા ચાલી રહી છે . ત્યારે ગ્રામજનોની આ સમસ્યાનો તંત્ર કાયમી ઉકેલ લાવશે ? કે પછી એજ લાલીયાવાડી ચાલતી રહેશે ? તે જોવું રહ્યું
રેતી માફિયાઓની વગ ઉપર સુધી હોવાથી પ્રજાનો અવાજ સંભળાતો નહતો .
વરાછા ગામમાંથી રેતી ની ઓવરલોડ ટ્રકો ની ગેરકાયદે અવરજવર મામલે ગામના ઉપસરપંચ મનીષ પટેલે જણાવ્યું કે ટ્રકો પર પ્રતિબંધ મુકવા અનેક રજૂઆતો કરી , પોલીસ કહે RTO જાણે અને RTO કહે પોલીસ જાણે . રેતી માફિયાઓ ની વગ ઉપર સુધી હોય તંત્ર નિષ્ક્રિય હતું . જેથી ગ્રામજનો એ પ્રજાશક્તિનો પરચો આપવો પડ્યો
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
