<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

મોદી સમાજની વાર્ષિક સાધારણ સભા સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબના સાનિધ્યમાં થઈ

સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી સાથે સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટના આગેવાન પ્રકાશભાઈ મોદી 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની મુલાકાતે

( ભરત શાહ દ્વારા ) નર્મદા: સુરતના ધારાસભ્ય અને પુર્વ મંત્રી પૂર્ણેશ મોદી સાથે સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજના આગેવાન પ્રકાશભાઈ મોદીએ નર્મદા જિલ્લાના એકતા નગર સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની ભાવસભર મુલાકાત લીધી હતી.સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓએ મહાનુભાવોનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ મુલાકાત દરમિયાન તેમણે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને જણાવ્યું હતું કે દરેક સમાજ અને સંસ્થાઓએ સરદાર સાહેબની 150 મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે અહીં આવીને તેમને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ.


 

(9:48 PM IST)