<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

રવિવારે સવારે રાજપીપળામાં ઘાઢ ધુમ્મસ : વારંવાર બદલાતી ઋતુથી પાકને નુકસાન

હાઈવે માર્ગ ઉપર ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને સામે જોવું પણ મુશ્કેલ બન્યું હતું

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું ત્યારે વાતાવરણ માં ગાઢ ધુમ્મસ અને ગુલાબી ઠંડી રહેતા માર્ગો પર અવરજવર કરતા વાહન ચાલકોને સામેથી આવતા વાહનો પણ દેખાતા ન હતા જોકે હાલમાંજ થોડા દિવસ પેહલા આકરી ગરમીમાં લોકો પરેશાન હતા ત્યારબાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા હવે ધુમ્મસ સાથે ઠંડકનું વાતાવરણ આવતા છાસવારે બદલાતી ઋતુ માં લોકો બીમાર થવાની શક્યતાઓ વધી છે .
જોકે વારંવાર બદલાતી ઋતુ ના કારણે ઘણા પાકને નુકસાન થાય છે ત્યારે નર્મદા માં કેળા, શેરડી અને કપાસ નો પાક વધુ થતો હોય આમ છાસવારે વાતાવરણ બદલાતા આવનારા દિવસો માં પાક ને ભારે નુકસાન થાય એવી શક્યતાઓ છે જેથી ધરતીપુત્રો પણ ચિંતા માં લાગી રહ્યા છે.

(9:49 PM IST)