<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી બાઇક ચોરી કરીને રાજસ્થાનમાં વેચી નાંખનારી ટોળકી ઝડપાઈ

મોડાસાના ગાજણ ગામ નજીક LCBની ટીમે વાહન ચેકિંગ વખતે કેટલાક શંકાસ્પદ બાઇકચાલકોની પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો : પોલીસે 8 બાઇક સાથે 4 આરોપીની ધરપકડ કરી

અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી બાઇક ચોરી કરીને રાજસ્થાનમાં બાઇક વેચી નાંખનારી ટોળકી અરવલ્લી જિલ્લામાંથી ઝડપાઈ છે. મોડાસાના ગાજણ ગામ નજીક LCBની ટીમે વાહન ચેકિંગ વખતે કેટલાક શંકાસ્પદ બાઇકચાલકોની પૂછપરછ કરી હતી. બાઇકચાલકો પાસેથી વાહનના દસ્તાવેજ ન મળતા પોલીસની શંકા વધુ પ્રબળ બની હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું કે..ચારેય આરોપી પાસે રહેલી બાઇક ચોરીની છે. જે અમદાવાદના જુદા-જુદા વિસ્તારમાંથી ચોરી કરવામાં આવી હતી. આરોપીઓ અગાઉ પણ 4 બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે 8 બાઇક સાથે 4 આરોપીની ધરપકડ કરી છે

 


 

(11:41 PM IST)