News of Sunday, 4th January 2026
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં સતત વધારો: એક જ દિવસમાં વધુ 17 નવા કેસ નોંધાયા
અસરગ્રસ્ત વિસ્તારમાં 10 માણસો લીકેજ શોધવાની કામગીરીમાં લાગ્યા અને 3 દિવસમાં કુલ 41 લિકેજને રિપેર કરવામાં આવ્યા.

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ સતત વધી રહ્યા છે. એક દિવસમાં વધુ 17 નવા કેસ નોંધાયા છે. ટાઈફોઈડના કેસ વધતા ગાંધીનગરના સાંસદ અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ ત્વરીત કામગીરીના આદેશ આપ્યા છે. અમિતભાઇ શાહની સૂચના બાદ CMOમાં બેઠક યોજવામાં આવી હતી. આરોગ્ય સચિવ, કલેક્ટર, કમિશનર, પાણી પૂરવઠા સેક્રેટરીને સૂચના આપવામં આવી છે. લીકેજને તાત્કાલિક ધોરણે સમારકામ કરવા સૂચના આપવામાં આવી છે. સેક્ટર 24, સેક્ટર 28 અને આદિવાડામાં ટાઈફોઈડના કેસ સામે આવ્યા હતા. જે બાદ તપાસની સૂચના આપવામાં આવતા અસરગ્રસ્ત વિસ્તારમાં 5 ટીમના 20 એન્જીનિયરો કામે લાગ્યા અને એકજ દિવસમાં 132 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા. જે પૈકી આદિવાડામાં પાણીના 28 સેમ્પલ ફેલ થયા. અસરગ્રસ્ત વિસ્તારમાં 10 માણસો લીકેજ શોધવાની કામગીરીમાં લાગ્યા અને 3 દિવસમાં કુલ 41 લિકેજને રિપેર કરવામાં આવ્યા.
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
