તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th January 2026
લેન્ડલાઈન ફોન ભૂતકાળ બનવા તરફ
લેન્ડલાઈન હવે માત્ર સરકારી કચેરી પૂરતો સિમિત : ગુજરાતમાં હવે માત્ર ૬૧ હજાર લેન્ડલાઈન ફોન જ્યારે ૬.૫૩ કરોડથી વધુ મોબાઈલ કનેક્શન

અમદાવાદ,તા.૦૫: મોબાઈલ ફોનના વધતાં જતાં પ્રભુત્વ વચ્ચે લેન્ડલાઈન ફોન હવે ભૂતકાળ બનવા તરફ આગળ વધી રહ્યા છે. ગુજરાતમાં એક વર્ષમાં બીએસએનએલના લેન્ડલાઈન ફોન કનેક્શનની સંખ્યા અડધોઅડધ ઘટીને ૬૧૫૨૩ થઈ ગઈ છે. બીજી તરફ ગુજરાતમાં ૬.૫૩ કરોડ મોબાઈલ કનેક્શન્સ છે.
મોબાઈલ ફોન પા-પા પગલી ભરી રહ્યા હતા ત્યારે એટલે કે ૨૦૦૨-૦૩ના સમયગાળામાં ૨૯.૭૮ લાખથી વધુ લેન્ડલાઈન ફોન કનેક્શન હતા. વર્ષે ૨૦૦૩થી ૨૦૦૭ દરમિયાન ૨૩લાખથી વધુ ઘરમાં લેન્ડલાઇન ફોનના કનેક્શન હોવાનું સામે આવ્યું છે.
અલબત્ત, આ પછી લેન્ડલાઇન ફોનનું પ્રમાણ તબક્કાવાર ઘટવા લાગ્યું છે. હાલ ખાસ કરીને સરકારી કચેરીઓમાં જ લેન્ડલાઈન ફોન જોવા મળે છે. આ સિવાય ભાગ્યે જ કોઈ ઘરમાં લેન્ડલાઈન કનેક્શન આજે પણ હોય છે.
૧૯૫૦થી ૧૯૮૦ના દાયકા સુધી લેન્ડલાઈન ફોન એક લક્ઝરી સમાન હતા અને સાધન-સંપન્ન પરિવારમાં જ તે જોવા મળતા. ગુજરાતમાં ૧૯૫૦-૫૧માં ૩૮૬૬, ૧૯૬૦-૬૧માં ૧૮૩૩૨, ૧૯૭૦-૭૧માં ૬૮૧૯૩ લેન્ડલાઈન ફોનના કનેક્શન હતા. આ પ્રમાણ ૧૯૮૦ના દાયકાથી વધવા લાગ્યું હતું. ૧૯૮૦-૮૧માં ૧.૯૮ લાખ, ૧૯૯૦- ૯૧માં ૪.૫૩ લાખ અને ૧૯૯૬-૬૭માં ૧૦.૭૮ લાખ લેન્ડલાઈન ફોનના કનેક્શન હતા.
બીજી તરફ ગુજરાતમાં હાલ ૮૮૮૯ જેટલી પોસ્ટ ઓફિસ છે. પોસ્ટ ઓફિસની સંખ્યામાં ખાસ કોઇ ઘટાડો જોવા મળ્યો નથી. અલબત્ત, ૨૦૦૦ના વર્ષ સુધી ૯ હજારથી વધુ પોસ્ટ ઓફિસ હતી. (૪૦.૧૮)
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
