તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th January 2026
અમદાવાદમાં ભાજપના ગઢ ગણાતા ભાડજમાં સ્મશાન નહીં તો વોટ નહીં ના બેનર લાગ્યા: રાજકીય અગ્રણીઓમાં દોડધામ
સ્મશાન ન બને ત્યાં સુધી ભાજપ કે એએમસીના વ્યક્તિએ પ્રવેશ કરવો નહીં.

અમદાવાદમાં ભાજપના ગઢ ગણાતા ભાડજમાં સ્મશાન નહીં તો વોટ નહીં ના બેનર લાગ્યા છે. આ બેનર લગાવાયા હોવાની જાણ થતા જ, રાજકીય અગ્રણીઓમાં દોડધામ મચી ગઈ છે. કારણ કે, જે વિસ્તારમાં આ બેનર લાગ્યા છે તે ગુજરાત વિધાનસભમાં ધાટલોડિયા મતવિસ્તારમાં આવે છે. જ્યારે લોકસભામાં ગાંધીનગર સંસદીય મતક્ષેત્રમાં સમાવેશ થાય છે. બેનર લગાવીને આડકતરી રીતે ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે. સ્મશાન ન બને ત્યાં સુધી ભાજપ કે એએમસીના વ્યક્તિએ પ્રવેશ કરવો નહીં.
બેનરોમાં સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે, વિસ્તારમાં સ્મશાનની સુવિધા ન બને ત્યાં સુધી મતદાન નહીં કરવામાં આવે. સાથે જ, ભાજપ અથવા અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના કોઈપણ પ્રતિનિધિએ વિસ્તારમાં પ્રવેશ ન કરવો તેવી ચીમકી પણ આપવામાં આવી છે. આ રીતે બેનરો મારફતે આડકતરી રીતે ચૂંટણી બહિષ્કારની ચેતવણી આપવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, લાંબા સમયથી સ્મશાનની માંગ કરવામાં આવી રહી છે, છતાં હજી સુધી કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. હવે બેનરો લગાવીને તંત્ર અને રાજકીય પક્ષો પર દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
