News of Monday, 5th January 2026
અમદાવાદમાં મિશન મિલિયન ટ્રી અને વૃક્ષારોપણ બાદ પણ પ્રદુષણમાં વધારો કેમ ?:પ્રભારી મંત્રીની બેઠકમાં મુદ્દો ઉઠાવાયો
શહેરમાં પ્રદૂષણ વધે છે તેના માટેની કરાયેલી કામગીરી અંગે બેઠકમાં કરાયો પ્રશ્ન:આગામી સમયમાં પ્રદૂષણ અંગે યોગ્ય કાર્યવાહી કરવા પાયલ કુકરાણીએ કરી રજૂઆત.

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે, શહેરના વિવિઘ પ્રશ્નોને લઈને પ્રભારી પ્રધાન ઋષિકેશ પટેલે ભાજપના ધારાસભ્યો, કોર્પોરેટરો અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. પ્રભારી પ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગંભીર મુદ્દો ચર્ચાયો હતો. અમદાવાદ શહેરમાં સતત વધતા પ્રદૂષણને લઈને બેઠકમાં મુદ્દો ઉઠ્યો હતો શહેરમાં પ્રદૂષણ વધે છે તેના માટેની કરાયેલી કામગીરી અંગે બેઠકમાં પ્રશ્ન કરાયો હતો
હવા પ્રદૂષણને રોકવા વહીવટી તંત્ર તરફથી લેવાયેલા પગલાં અંગે ધારાસભ્યે બેઠકમાં મુદ્દો ઉઠાવ્યો હતો મિશન મિલિયન ટ્રી અને વૃક્ષારોપણ બાદ પણ સત્તત વધતા પ્રદૂષણ અંગે ડૉ પાયલ કુકરાણીએ ચિંતા વ્યક્ત કરી હતી રહેણાંક અને ધંધાકીય એકમો સામે કરાયેલી કામગીરી અંગે અધિકારીએ જવાબ આપ્યો હતો આગામી સમયમાં પ્રદૂષણ અંગે યોગ્ય કાર્યવાહી કરવા પાયલ કુકરાણીએ રજૂઆત કરી હતી .
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
