<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

દરિયામાં ડીઝલ ચોરીના મોટા નેટવર્કનો સુરત sog દ્વારા પર્દાફાશ

સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને મળેલ બાતમી આધારે ડુમસના દરિયામાં ઓપરેશન હાથ ધરાયું... : ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શનમાં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અતુલ સોનારા ટીમ ઓચિંતી ત્રાટકતા, જંગલ તરફ નાસભાગ : આરોપીઓને પકડવા જંગલમાં વિશેષ ટીમો દ્વારા સર્ચ કોમ્‍બિંગ શરૂ કરાવતા સીપી...

 

રાજકોટ, તા.૫:  સુરત નજીકના ડુમ્‍મસના દરિયામાં ચાંચિયાગીરી દ્વારા શીપમાથી ડીઝલ ચોરીના સક્રિય નેટવર્કનો IB કાર્યકાળને કારણે સેન્‍ટ્રલ એજન્‍સીઓ સહિત બાતમીદારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કરી મધ્‍ય દરિયામાંથી ૭૫ થી વધુ ડ્‍મનો નાયબ પોલીસ કમિ‘ર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શનમાં તં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અતુલ સોનારા ટીમ દ્વારા પર્દાફાશ થયો છે.

સુરત નજીક હજીરા પોર્ટ કે મદદલ્લા પોર્ટ પર મોટા ઉઘોગ માટે આવતા મોટા જહાજ મધ્‍ય દરિયા ઉભા રહે છે તે માંથી કેટલા સમયથી ડીઝલ ચોરી સાથે અન્‍ય વસ્‍તુ ચોરી થતી હતી આ બાબતે પોલીસ કમિશનર અનુપમસિંગ ગેહલોત ફરિયાદ મળી હતી અને સુરત નજીક મધ્‍ય દરિયા પાસે ટાપુમાં ચાંચીયાગિરી કરતી ગેંગ સક્રિય હોવાની માહિતી મળી હતી જેના આધારે સુરત એસ ઓ જી નાયબ પોલીસ કમિશનર રાજદિપસિંહ નકુમ દ્વારા પી આઈ અતુલ સોનારાને તાપસ સોંપી હતી એસ ઓ જી એક ટિમ ઘણા સમયથી મધ્‍ય દરિયા ટાપુ વિસ્‍તારમાં ફરતા હતા આખરે ચિચીયાગિરી કરતી ગેંગ માહિતી મળી હતી આ ગેંગ દ્વારા મધ્‍ય દરિયા શિપમાં ઇલેક્‍ટ્રિક મોટર લગાવીને પાઇપલાઇન દ્વારા ડીઝલ ખેંચતા હતા અને તેને પોતાની બોટમાં નાના ડ્રમમાં ભરીને સસ્‍તા ભાવે બારોબાર વેચી દેવાની ફિરાકમાં હતા. પોલીસની સતર્કતાને કારણે આ આખું નેટવર્ક પકડાઈ ગયું છે.

સુરત એસઓજી પોલીસને તપાસ દરમિયાન મધ્‍ય દરિયા ટાપુના કિનારાના વિસ્‍તારમાંથી બિનવારસી હાલતમાં ડીઝલનો મોટો જથ્‍થો મળી આવ્‍યો હતો. પોલીસે કુલ ૭૫ વધુ જેટલા ડ્રમ કબજે કર્યા છે, જેમાં આશરે ૧૦ લાખ રૂપિયાની કિંમતનું ચોરીનું ડીઝલ હોવાનું જાણવા મળ્‍યું છે.

હાલમાં એસ.ઓ.જી. પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી, આ ગુનામાં સંડોવાયેલા ૧. ચિચીયાને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ મધ્‍ય દરિયા ટાપુ પર કરવમાં આવેલી કાર્યવાહી દરમિયાન કોઈ ચાંચીયા પકડ્‍યા નથી નજીકના જંગલમાં ફરાર થઇ ગયા હતા સુરત પોલીસને દરિયામાંથી મોટા જહાજ ચોરી કરતી ચિચીયા ગેંગ વિષે ઘણી માહિતી મળી હોવાનું જાણવા મળ્‍યું છે પોલીસ પણ આ ચિચીયાને પકડવા માટે અલગ અલગ ટિમ બનાવા માટે તૈયારી શરૂ કરવામાં આવી છે. આ બાબતે પોલીસ - સુરત એસ ઓ જી પોલીસને તપાસ દરમિયાન મધ્‍ય દરિયા ટાપુના કિનારાના વિસ્‍તારમાંથી બિનવારસી હાલતમાં ડીઝલનો મોટો જથ્‍થો મળી આવ્‍યો હતો. પોલીસે કુલ ૭૫ વધુ જેટલા ડ્રમ કબજે કર્યા છે, જેમાં આશરે ૧૦ લાખ રૂપિયાની કિંમતનું ચોરીનું ડીઝલ હોવાનું જાણવા મળ્‍યું છે. હાલમાં એસ.ઓ.જી. પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી, આ ગુનામાં સંડોવાયેલા ચિચીયાને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ મધ્‍ય દરિયા ટાપુ પર કરવમાં આવેલી કાર્યવાહી દરમિયાન કોઈ ચાંચીયા પકડ્‍યા નથી નજીકના જંગલમાં ફરાર થઇ ગયા હતા સુરત પોલીસ ને દરિયા માંથી મોટા જહાજ ચોરી કરતી ચિચીયા ગેંગ વિષે ઘણી માહિતી મળી હોવાનું જાણવા મળ્‍યું છે પોલીસ પણ આ ચિચીયાને પકડવા માટે અલગ અલગ ટિમ બનાવવા માટે તૈયારી શરૂ કરવમાં આવી છે.(૨૩.૧૭)

(2:33 PM IST)