તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 5th January 2026
ડો. શમશેરસિંઘ નિવૃત ન થાય ત્યાં સુધી ડો.કે.એલ.એન રાવ રેગ્યુલર મુખ્ય ડીજીપી ન બની શકે એ માન્યતા ભૂલ ભરેલી છે
દિલ્હીના એક સમયના સીએમ અને રેખા ગુપ્તા પહેલા જે સીએમ પદના દાવેદાર હતા તેની સાથે આ સિનિયર મોસ્ટ IPS પારિવારિક સંબંધ છે, તેમના સાળા રાજસ્થાનના સહુથી વધુ ધનિક રાજકારણી હોવાનું સતાવાર જાહેર થયેલ એટલે પોતાનું સ્વમાન જાળવવા પ્રતિનિયુક્તિ ટૂંકાવી શકે તેટલું કામ તો કરાવી જ શકે : IPS સંજય શ્રી વાસ્તવ તથા IAS સુ નયના તોમરનો તાજેતરની ઘટના જાણી લેવાથી આ સવાલનો જવાબ તેમાંથી મળી જશે, તેમ જાણકારો દાખલા દલીલ સાથે જણાવે છે : ગુજરાતમાં ACB, પ્રિઝન, હોમગાર્ડ (સિવિલ ડિફેન્સ) અને પોલીસ હાઉસિંગ એમ ૪ જગ્યા મુખ્ય પોલીસ વડા નીચે નહિ, ગૃહ મંત્રાલય નીચે છે, એટલે ૧૯૯૧ બેચના સિનિયોરિટીમાં ટોપ પર બિરાજતા ips માટે કોઈ સમસ્યા રહેવાની શકયતા છે જે નહિ ત્રણ સ્થાન તો આજે પણ ખાલી છે

રાજકોટ, તા.પઃ અનેક અટકળોની વચ્ચે રાજ્યના મુખ્ય પોલીસ વડા પદેથી વિકાસ સહાય કે જેમને કેન્દ્ર અને રાજ્ય સરકારે નિવળતિ પછી ૬ માંસનું ચોક્કસ પ્રકારની વ્યૂહ રચનાના ભાગરૂપે એક્સ્ટેન્શન્સ આપેલ, જે મિશન પૂર્ણ થતા , મિશન પાર્ટ ટુ મુજબ અનેક વિધ ચર્ચાઓ, અટકળો વચ્ચે સિનિયોરિટી, મેચ્યોરિટીના નિયમને વળગી રહેવાની નીતિ મુજબ ૧૯૯૨ બેચના ડો. કે. એલ.એન.રાવને રેગ્યુલર મુખ્ય ડીજીપીને બદલે રાજ્ય કેન્દ્ર દ્વારા તેમને ઇન્ચાર્જ ડીજીપી તરીકે નિમણૂક આપી અને ફરી અફવાઓ ચર્ચા ચાલી.
આ અફવાઓ અને ચર્ચાની આંધી સમાવવાના એન્ડ તરફ હતી, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ સરપ્રાઈઝ આપવાની પોતાની નીતિ મુજબ જેમને સિનિયર મોસ્ટ ૧૯૯૧ બેચના ગુજરાત કેડરના ડીજીપી હોવા છતાં કેન્દ્ર બીએસએફમા એડિશનલ ડીજીપી સ્થાને મોકલેલ, તેઓની રજૂઆત આધારે ફરી ગુજરાત તેમનો પ્રતિનિયુકિત પીરીયડ પૂર્ણ ગુજરાત મુકયા, પણ તેમની એન્ટ્રીનો સમય એવો પસંદ કર્યો કે.મીડિયા આ મામલે અનુમાન કર્યા કરે. જાણકાર સૂત્રોના કથન મુજબ ભારતીય જનતા પક્ષના એક સમયના નરેન્દ્રભાઈ, અમિતભાઈ કરતા પણ સિનિયર દિલ્હીના એક સમયના મુખ્ય મંત્રી સાહેબસિંહ વર્મા સાથે પારિવારિક સંબંધોથી જોડાયેલ છે, દિલ્હીના મુખ્ય મંત્રી તરીકે રેખા ગુપ્તા નિમાયા તે પહેલા સાહેબસિંહ વર્માના પુત્ર જ દિલ્હીની મુખ્ય મંત્રીની ગાદી માટે હોટ ફેવરિટ હતા, વાત અહીથી નથી અટકતી રાજસ્થાન ચૂંટણી સમયે જેમની ઓફિશિયલ મિલકત સહુથી વધુ જાહેર થયેલ તેવા ભાજપના કેપ્ટન અભિમન્યુ શમશેરસિંઘના સાળા છે, બીજા સાળાઓ મલ્ટી મિલયોનર છે, એટલે તેમને ગુજરાત પરત લાવવા જેવી કાયદેસરની માંગણી મંજૂર કરાવી જ શકે, બીજું કેન્દ્ર રાજ્યનું એક મિશન હતું તે પૂર્ણ થયેલ, એથી કેન્દ્રને પણ પરત ગુજરાત મુકવામાં કોઈ હરકત ન હોવાથી તેમનો પ્રતિનિયુક્તિ સમય ટૂંકાવી પેરેન્ટસ કેડરમા પરત મુકેલ છે.
ઘણા એવું માને છે કે ડો. શમશેર સિંઘજી સિનિયર હોવાથી ડો. કે. એલ. એન.રાવ ને ડો . શમશેર સિંઘજી માર્ચમાં નિવળત ન થાય ત્યાં સુધી ડો રાવને રેગ્યુલર ડીજીપી ન બનાવી શકાય, જાણકારીના મતે આ માન્યતા પણ ભુલ ભરેલી છે.
ભૂતકાળના આશિષ ભાટીયાને નિવળતિ પછી એક્સ્ટેન્શન્સ આપવામાં આવતા નિવળતિ પછી ૬ માસથી ઓછો સમય બાકી રહેલ, તેથી તેમને તેમની નીચે અમદાવાદ સીપી તરીકે ફરજ બજાવવી પડેલ. એ સમયે મુખ્ય પોલીસ વડાને સંજય શ્રી વાસ્તવે રિપોર્ટ ન કરવો પડે તે માટે તેઓ દ્વારા અમદાવાદ પોલીસ કમિ‘રની પોસ્ટ મુખ્ય પોલીસ વડાની નીચે છે તે કામચલાઉ ગ્રહ મંત્રાલય નીચે મૂકવા રજૂઆત થયેલ પણ માન્ય ન રહેલ.
IAS લેવલે સુ નયના તોમર સિનિયર હોવા છતાં નિવળતિ આડે સમય ઓછો હોવાથી મનોજ દાસની નીચે ખુશી ખુશી ફરજ બજાવી એક બીજાના માન જાળવતાં.
ટૂંકમાં કહીએ તો ધાર્યું ધણી અર્થાત્ સરકારનું જ થાય, જોકે સિનિયર મોસ્ટ ડો શમશેરસિંઘજી ના કિસ્સામાં તેમનું સન્માન જાળવવા માટે ૪ સ્થાનો છે જે મુખ્ય પોલીસ વડા નીચે નહિ, પણ ગૃહ વિભાગ નીચે છે . જેમાં ACB, પ્રિઝન, હોમ ગાર્ડ, અને હાઉસિંગ કોર્પોરેશન છે, ACB જગ્યા સિવાય બાકી સ્થાન ખાલી છે. સરકારનું મહત્વનું મિશન પૂર્ણ થયું હોવાથી મુખ્ય ડીજીપી સિવાય પણ કોઈ જગ્યાએ મુકી દેવાઇ તો પણ નવાઈ નહીં
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
