<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

શિયાળો પૂરો થાય ત્‍યાં સુધી લા-નીના શક્‍ય નથી

વિધિવત લા-નીનાની પરીસ્‍થિતિ પણ આવતા ત્રણ મહિના સંભાવના નથી : વેધરએનાલીસ્‍ટ અશોકભાઇ પટેલ

રાજકોટ : વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલ જણાવે છે કે ડિસેમ્‍બર ૨૦૨૫ના અંત સુધીમાં, ચાલુ લા-નીના સંકેતને બે મહિના થયા છે. Niño-૩.૪ સસ્‍ત (દરિયાની સપાટી ના તાપમાન )ના અંગેની આગાહીના આધારે, ભારતીય શિયાળાની બાકી અવધિ દરમિયાન પૂર્ણ-રૂપે વિકસિત લા-નીના બનવાની શકયતા નથી, અને વ્‍યવહારિક રીતે તે શકય લાગતી નથી. ભારતીય શિયાળો ફેબ્રુઆરી ૨૦૨૬માં પૂર્ણ થતો હોવાથી, લા-નીના સ્‍થિતિ માટે જરૂરી સતત અવધિ પ્રાપ્ત થવા માટે પૂરતો સમય ઉપલબ્‍ધ નથી.

અપડેટ કરેલી climatology અને NOAAના સત્તાવાર વર્ગીકરણ માપદંડના આધારે, એવી અપેક્ષા છે કે ૨૦૨૫-૨૬નો ભારતીય શિયાળો (ડિસેમ્‍બર ૨૦૨૫થી ફેબ્રુઆરી ૨૦૨૬) પૂર્ણ-રૂપે વિકસિત લા નિના નોંધાય તે પહેલાં જ સમાપ્ત થઈ જશે, બે લા-નીના થ્રેશ હોલ્‍ડ ટૂંકા સમય માટે પ્રાપ્ત થયા હોય, અનુમાનો સૂચવે છે કે જરૂરી એવા પાંચ સતત એકબીજા પર આવરી લેતા ત્રણ-માસીય સમયગાળાઓ સુધી આ સ્‍થિતિ જળવાઈ રહેવાની શકયતા ઓછી છે. તેથી, ઐતિહાસિક અને વિધિવત બન્ને દ્રષ્ટિકોણથી, આ સમયગાળાને ENSO-ન્‍યુટ્રલ તરીકે વર્ગીકળત કરવામાં આવવાની સંભાવના છે

(4:04 PM IST)