<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

ગાંધીજીનો કોચરબ આશ્રમ પાર્ટી પ્‍લોટમાં પલટાયોઃ ગરિમા ભૂલીને લગ્ન માટે ભાડે અપાયો

ગાંધીજીની ગરિમા ન જળવાઇ !

અમદાવાદ, તા.૫: ગુજરાતમાં ગાંધીનું માન પણ ન જળવાયું. એક સમયે ગાંધીજી અમદાવાદના જે કોચરબ આશ્રમમાં રહેતા હતા, તે સંરક્ષિત વિસ્‍તારમાં લગ્નનું આયોજન થતા વિવાદ સર્જાયો છે.

કોચરબ આશ્રમમાં ગાંધીજીની સાદગી ભૂલાઈ અને ડીજેના તાલે લગ્ન યોજાયા છે. કોચરબ આશ્રમને પાર્ટી પ્‍લોટમા ફેરવી દેવામાં આવ્‍યો છે. ત્‍યારે સવાલ એ છે કે, સંરક્ષિત ઈમારતોમાં ગણાતા આ સ્‍થળ પર આખરે કોણે લગ્ન યોજવાની પરમિશન આપી. કોની મંજુરીથી અહીં લગ્ન યોજાયા.

ગાંધીજી વિચારધારાનો છેદ ઉડાડતા સત્તાધીશોએ મનમાની કેમ કરી.

તો બીજી તરફ, કોચરબ આશ્રમમાં ડીજેના તાલે થયેલા લગ્ન મામલે ગુજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્‍સેલરના ગોળ ગોળ જવાબો જોવા મળ્‍યા.

ઉલ્લેખનીય છે કે, ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્‍થાપના કરી હતી. સૌથી પહેલા મગનભાઈ ગાંધીના લગ્ન તેમણે કોચરબ આશ્રમમાં કરાવ્‍યા હતા. ત્‍યાર બાદ કોચરબ આશ્રમ અને ગુજરાત વિદ્યાપીઠ સાથે જોડાયેલા પરિવારના લોકો વિદ્યાપીઠમાં જ પારિવારિક પ્રસંગ ઉજવે છે. ત્‍યારે લગ્નનો પ્રસંગ કોણે અને કોની પરમિશનથી ઉજવ્‍યો.

(4:31 PM IST)