તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th January 2026
વડોદરાના વાઘોડિયામાં સિટી બસનો અકસ્માત: ટ્રેલર સાથે ભટકાતા એક મહિલા મુસાફરનું મોત
રાવળ ત્રણ રસ્તા પાસે સિટી બસનો અકસ્માત સર્જાયો : વડોદરાથી આજવા તરફ જતી સિટી બસનો અકસ્માત થયો

વડોદરા: વાઘોડિયામાં સિટી બસનો અકસ્માત સર્જાયો છે. બસ ટ્રેલર સાથે ભટકાતા એક મુસાફરનું મોત થયુ છે. રાવળ ત્રણ રસ્તા પાસે સિટી બસનો અકસ્માત સર્જાયો હતો. વડોદરાથી આજવા તરફ જતી સિટી બસનો અકસ્માત થયો હતો. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ ટ્રેલર સાથે ભટકાઈ હતી. બસમાં સવાર મહિલા મુસાફરનું મોત થયુ હતુ. અકસ્માતમાં અન્ય મુસાફરોનો આબાદ બચાવ થયો છે. અકસ્માત બાદ સિટી બસનો ચાલક ફરાર થયો છે. વાઘોડિયા પોલીસ અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
