તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th January 2026
દમણના ખારીવાડ વિસ્તારમાં રફ્તારના રાક્ષસે જીવ લીધો : બે કાર ધડાકાભેર અથડાતા 21 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો
દમણથી રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો ગાડીએ વાપી તરફથી આવતી કારને અડફેટે લેતા કાર ચાલકનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું

દમણના ખારીવાડ વિસ્તારમાં રફ્તારના રાક્ષસે 21 વર્ષીય યુવકનો જીવ લીધો છે.. દમણથી રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો ગાડીએ વાપી તરફથી આવતી કારને અડફેટે લેતા કાર ચાલકનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે . બંને કાર ધડાકાભેર અથડાતા વાપી તરફથી આવતી કારમાં સવાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.. જે બાદ તેનું હોસ્પિટલ પર લઈ જતાં સમયે મોત નિપજ્યું હતું… મૃતક વાપીના મહિલા એડવોકેટનો એકનો એક પુત્ર હતો, ચોંકાવનારા અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે…
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
