<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

દેડિયાપાડાના ગંગાપુર પાસે ફોર વ્હીલ ગાડીએ 108 એમ્બ્યુલન્સને સામેથી અથાડતા ચારને ઇજા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ગંગાપુર પાસે એક ફોર વ્હીલ ગાડીએ 108ને સામેથી અથાડી અકસ્માત કરતા ફરિયાદ થઈ છે

   મળતી માહિતી અનુસાર રાજનાથસિંહ હિંમ્મતસિંહ ડામોર( મુળ રહે.મેખર તા.મોરવાહડપ જી.પંચમહાલ હાલ રહે.સાગબારા )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ એક ટાટા કંપનીની નેક્શન ફોર વ્હીલ ગાડી ન. GJ-16-FA-5442ના ચાલક કુલદીપભાઇએ કાલબી ટેકરા અને ગંગાપુર પાસે પોતાના કબ્જાની ફોર વ્હીલ ગાડી પુરઝડપે અને રોંગ સાઇડમાં ચલાવી લાવી ૧૦૮ એમ્બ્યુલન્સ ગાડી નં.GJ-18-GC-0831 ને સામેથી ટકકર મારી એક્સીડન્ટ કરી રાજનાથસિંહ ડામોરને શરીરે ગેબી ઇજાઓ પહોંચાડી તથા જયેશભાઇ પારસીંગભાઇ સંગાડાનાઓને માથામાં કપાળના ભાગે નાની મોટી ઇજાઓ પહોંચાડી તથા પોતાને કમરના ભાગે ઇજાઓ પહોંચાડી તથા સુમીતભાઇને ડાબા પગે નાની મોટી ઇજાઓ કરી અને શિવાકુમારને ડાબા પગે ફેકચરની કરી ગુનો કરતા દેડિયાપાડા પોલીસે ફોર વ્હીલ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:01 PM IST)