News of Monday, 5th January 2026
રાજપીપળા કસ્બાવાડ વિસ્તારમા ડાયેરિયાના કેસ નિકળતા પાલીકા દ્વારા પાણીનું ચેકીંગ હાથ ધરાયું
કસ્બાવાડમા લગભગ 13 જેટલા લોકોને ઝાડા, ઉલટી ની ફરીયાદ મળતા આખા રાજપીપળામાં પાણીમા ક્લોરિનની માત્રનું ચેકીંગ કરાયું: ચેકીંગમાં નિયમ મુજબ ક્લોરિનની માત્ર યોગ્ય હોવાનું જોવા મળ્યુ

( ભરત શાહ દ્વારા ) નર્મદા : રાજપીપળા શહેરના કસ્બાવાડ વિસ્તારમાં ડાયરીયાના કેસ જોવા મળતા નગરપાલિકાની ટીમે શહેરમાં પાણીની ચકાસણી શરૂ કરી છે
મળતી માહિતિ મુજબ રાજપીપળામાં આવેલા કસ્બાવાડ વિસ્તારમાં તાજેતરમાં ડાયરીયાના 13 જેવા વ્યક્તિઓ નિકળતા આ ફરિયાદ પાલિકામાં આવતા પાલિકા ટીમે તાત્કાલિક આખા શહેરમાં પાણીની ચકાસણી હાથ ધરી છે, પાણીમાં ક્લોરિનની માત્રા કેટલી છે તેની તપાસ હાલ હાથ ધરવામાં આવી છે રહી છે, જોકે પાણીના ટેસ્ટિંગમાં ગયેલ પાલિકાની ટીમ ના જણાવ્યા મુજબ પાલિકાના પાણીમાં ક્લોરિન યોગ્ય માત્રમાં જ છે અને આ પાણીથી કોઈ રોગચાળો થાય તેમ નથી તેવું જોવા મળ્યું છે. હજુ આખા શહેરમાં પાણીના ચેકીંગની કામગીરી ચાલી રહી છે કસ્બાવાડ વિસ્તારમાં પાણીના કારણે ત્યાંના લોકોને ડાયેરિયા થયો તેમ લાગતું નથી.અન્ય કોઈક કારણસર આમ બન્યું હોય શકે.
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
