<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર એક ટ્રક પીકઅપ વાન પાછળ ધડાકાભેર ઘૂસી:એક વ્યક્તિનું મોત: બે ગંભીર

નડિયાદ અને આણંદ વચ્ચે આવેલા ફતેપુરા પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો: એક્સપ્રેસ વે પર 3 થી 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો

અમદાવાદ : અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આજે સવારે નડિયાદ અને આણંદ વચ્ચે આવેલા ફતેપુરા પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો.આ ઘટનામાં ત્રણ પીકઅપ વાન અને એક ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. 

  જાણવા મળ્યા મુજબ  એક્સપ્રેસ હાઈવેની સર્વિસ લાઇન પર ત્રણ પીકઅપ વાન ઉભી હતી. આ દરમિયાન અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલી એક ટ્રક અચાનક આ પીકઅપ વાન પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. 

 અકસ્માતની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ અને હાઈવે પેટ્રોલિંગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે આણંદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે એક્સપ્રેસ વે પર 3 થી 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. અકસ્માતની જાણ થતા જ ચકલાસી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

(4:27 PM IST)