News of Tuesday, 6th January 2026
વાવ થરાદના ભાભરના સનેસડા ગામની સીમની કેનાલમાં 15 ફૂટથી મોટું ગાબડુ: ખેતરો બેટમાં ફેરવાઈ ગયા
વારંવાર કેનાલો તૂટતા ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો: સાફ સફાઇના અભાવે તૂટે છે કેનાલો: ખેડૂતો આક્ષેપ.

વાવ થરાદના ભાભરના સનેસડા ગામની સીમની કેનાલમાં ગાબડુ પડ્યું છે. સનેસડા – વજાપુર માયનોર 2 મા મોટું ગાબડુ પડ્યું છે. કેનાલમાં 15 ફૂટથી મોટું ગાબડું પડતાં ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યુ છે. કેનાલ આસપાસના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. રાયડો, એરંડા સહિતના પાકમાં ગાબડાનું પાણી ફરી વળ્યું છે, વારંવાર કેનાલો તૂટતા ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવે છે,. કેનાલોમાં સાફ સફાઇના અભાવે કેનાલો તૂટે છે તેવો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે .
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
