<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

વિજાપુરના ધનપુરા ઘાટું ગામે ખાણ ખનીજ વિભાગની ટીમ પર ખનીજ માફિયાઓએ હુમલો કર્યો

સાબરમતી નદીમાં ગેરકાયદે ખનન પકડવા ગયેલી ટીમ પર ઘેડ ગામના પૂર્વ સરપંચે કર્યો હુમલો: અધિકારીઓ પર ડમ્પર અને લોડર ચઢાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો

વિજાપુરના ધનપુરા ઘાટું ગામે ખાણ ખનીજ વિભાગની ટીમ પર ખનીજ માફિયાઓએ હુમલો કર્યો છે. સાબરમતી નદીમાં ગેરકાયદે ખનન પકડવા ગયેલી ટીમ પર ઘેડ ગામના પૂર્વ સરપંચે કર્યો હુમલો. અધિકારીઓ પર ડમ્પર અને લોડર ચઢાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો એટલુ જ નહીં, છરા વડે પણ હુમલો કરાયો હતો. હુમલો કરી ખનીજ માફિયાઓ જપ્ત કરેલું લોડર અને ડમ્પર લઈને પણ માફિયાઓ ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરજમાં રૂકાવટ અને હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ, આરોપીઓને પકડવા ૩ ટીમો રવાના થઈ છે.

(4:27 PM IST)