<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

સુરત કોર્ટમાં બોમ્બ મુકાયાનો નનામો ઇ-મેઇલ મળતા ખળભળાટ

સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડિંગ અને પરિસરમાં સઘન તપાસ: ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરાઈ છે. સ્થાનિક પોલીસ પણ તપાસમાં લાગી

સુરત કોર્ટમાં બોમ્બ મુકાયાનો નનામો ઇ-મેઇલ મળતા ખળભળાટ મચી ગયો છે. સુરત કોર્ટના ઓફિસિયલ ઈમેઇલ આઇડી પર આવ્યો ધમકી ભર્યો મેઇલ. રાત્રીના બે વાગ્યાના સમયે ઇમેલ મળતા જ મોડી રાતથી પોલીસના ધામા છે. સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડિંગ અને પરિસરમાં સઘન તપાસ કરવામાં આવી. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરાઈ છે. સ્થાનિક પોલીસ પણ તપાસમાં લાગી છે. હમણાં સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. 

  મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાળાનું નિવેદન સામે આવ્યું છે. રાત્રીના બે વાગ્યે કોર્ટના ઇમેલ આઇડી પર પર મેલ આવ્યો, કોર્ટમાં બોમ્બ મુકાયાનો ઇમેલ આવતા સુરત પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરાઇ હતી. રાત્રીના બે વાગ્યા બાદ જ પોલીસ અને ડોગ સ્ક્વોડ સહિત બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે. પોલીસને તપાસમાં સહયોગ મળે તે માટે કોર્ટ પરિસર હાલ ખાલી કરાવી દેવાયું છે. વકીલો,પક્ષકારો અને સ્ટાફના પ્રવેશ પર હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યાં સુધી તપાસ પૂર્ણ નહી થાય ત્યાં સુધી પ્રવેશ પર પ્રતિબંધ છે .  

(2:00 PM IST)