<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે : ભાજપમાં યોગ્ય સ્થાન ના મળતા હવે કોંગ્રેસના શરણે ગયા

આદિવાસીઓના દિગગજ નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાતા રાજકીય ક્ષેત્રે હલચલ

ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે. તેવા અહેવાલો મળે છે દાહોદ ખાતે યોજાનાર કોંગ્રેસના જન આક્રોશ યાત્રાના સમાપન સમારોહમાં કોંગ્રેસનો ખેસ ધારણ કરશે. પહેલા BTP, બાદમાં ભાજપ અને હવે કોંગ્રેસનો પંજો પકડશે. BTPનું ઘટતું કદ અને ભાજપમાં યોગ્ય સ્થાન ના મળતા મહેશ વસાવા હવે કોંગ્રેસના શરણે ગયા છે. આવનાર વિધાનસભા ચૂંટણીમાં ઝઘડિયા બેઠક પરથી ઉમેદવારી કરી શકે છે.. આદિવાસીઓના દિગગજ નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચ્યો છે.

 

(2:02 PM IST)