<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

અમદાવાદમાં નોંધાઇ ૧૨.૫ ડિગ્રી સાથે શિયાળાની સીઝનની સૌથી ઠંડી રાત

આજે પારો વધુ ગગડવાની શકયતા

અમદાવાદ, તા.૬: રાજ્‍યમાં તાપમાનનો પારો ધીમે ધીમ ગગડી રહ્યો છે. જેના કારણે હાલ કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ દરમિયાન અમદાવાદમાં સીઝનની અત્‍યાર સુધીની સૌથી ઠંડી રાત નોંધાઈ હતી. લઘુત્તમ તાપમાન ઘટીને ૧૨.૫ ડિગ્રી સેલ્‍સિયસ થઈ ગયું હતું. છેલ્લા ત્રણ દિવસમાં તાપમાનમાં આ મોટો ઘટાડો જોવા મળ્‍યો હતો.

આજે તાપમાનનો પારો વધુ ગગડવાની આગાહી છે. આ સપ્તાહની શરૂઆતમાં રાત્રિનું તાપમાન ૧૫ ડિગ્રી સેલ્‍સિયસની આસપાસ હતું, પરંતુ સતત ઘટાડાને કારણે ખાસ કરીને વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

સોમવારે શહેરમાં મહત્તમ તાપમાન ૨૪.૬ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું, જે સામાન્‍ય કરતાં ૩.૩ ડિગ્રી ઓછું છે, જ્‍યારે લઘુત્તમ તાપમાન સીઝનની સરેરાશ ૧૨.૫ ડિગ્રી સેલ્‍સિયસની નજીક રહ્યું હતું. ભારતીય હવામાન વિભાગ અનુસાર, મંગળવારે શહેરનું લઘુત્તમ તાપમાન થોડું વધીને ૧૧ ડિગ્રીની આસપાસ રહેવાની શકયતા છે.

(2:38 PM IST)