News of Tuesday, 6th January 2026
ભાજપ કિસાન મોરચો ખેડૂતલક્ષી કાર્યક્રમો યોજશેઃ કાર્યભાર સંભાળતા હિરેન હિરપરા
બારડોલીમાં સરદાર વલ્લભભાઇની પ્રતિમાને પુષ્પાંજલી ભાજપ કિસાન મોરચાના નવા પ્રદેશ પ્રમુખ હિરેન હિરપરાએ બારડોલી આશ્રમમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને વંદન કરી કાર્યભાર સંભાળેલ તે પ્રસંગની તસ્વીર.

ગાંધીનગર તા. ૬: ભાજપા પ્રદેશ મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, ભાજપા કિસાન મોરચાના નવનિયુકત અધ્યક્ષશ્રી હિરેન હિરપરાએ સત્યાગ્રહ આશ્રમ બારડોલી ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીના માર્ગદર્શનમાં ભાજપા કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકેના દાયિત્વના શ્રી ગણેશ કર્યા. આ તબક્કેશ્રી હિરેન હિરપરાએ ખેડૂત હિતની વિચારધારાને ચરિતાર્થ કરવા સંકલ્પ વ્યકત કર્યો હતો.
આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતળત્વની કેન્દ્રની ભાજપા સરકાર તેમજ રાજ્યમાં આદરણીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીના નેતળત્વની ભાજપા સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લેવાયેલા વિવિધ નિર્ણયો તેમજ કળષિલક્ષી યોજનાઓની માહિતી ખેડૂતો સુધી સુચારુ રૂપે પહોંચે અને ગુજરાતના ખેડૂતો હજુ વધુ સમળદ્ધ અને સક્ષમ બને તે માટે ભાજપા કિસાન મોરચા દ્વારા ખેડૂતોના હિતલક્ષી વિવિધ કાર્યક્રમો નો સંકલ્પ કરવામાં આવ્યો હતો.
તાજેતરમાં ગુજરાત રાજયમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા આર્થિક નુકશાનની ભરપાઇ કરવા માટે તેમજ ખેડૂતો પરનો આર્થિક બોજો હળવો કરવા ભાજપ સરકારે જે રીતે ઐતિહાસિક નિર્ણય કરી ૧૦ હજાર કરોડનું આર્થિક સહાય પેકેજ જાહેર કર્યુ છે તે નિર્ણય બદલ પણ શ્રી હિરેન હિરપરાએ રાજયની ભાજપા સરકારનો આભાર વ્યકત કર્યો અને જણાવ્યું કે, આગામી સમયમાં પ્રદેશ ભાજપાના અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ભાજપા કિસાન મોરચા દ્વારા ખેડૂત હિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તેમ પ્રશાંત વાળા પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ જણાવે છે.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
