તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 6th January 2026
૨૧ માસથી વોન્ટેડ શખ્સે સાઉથ આફ્રિકાથી સુરત આવવાની ભૂલ ભારે પડી...
રેન્જ વડા પ્રેમવીરસિંહનું નો વોન્ટેડ ઇન સાઉથ ગુજરાત અંતર્ગત એસપી પૂજા યાદવના માર્ગદર્શનમાં ડાંગ lcb PSI જયદીપ અનડકટ ટીમને વધુ એક સફળતા...

રાજકોટ, તા.૬: ક્રાઇમ બ્રાંચ સહિત વિવિધ શહેર જિલ્લાનો બહોળો અનુભવ અને નેટ વર્ક ધરાવતા રેન્જ IG પ્રેમવીર સિંહ દ્વારા નો વોન્ટેડ ઇન સાઉથ ગુજરાત પૂર જોશમાં ચાલી રહ્યું છે, આ અભિયાનમાં આ પહેલા પોલીસ ઇન્સ્પેક્ટર વિરલ ગઢવીના માર્ગદર્શનમાં જયદીપ અનડકટ ટીમ રિક્ષા ચાલક બની મહારાષ્ટ્રથી વોન્ટેડ આરોપીને ઝડપી લાવ્યા બાદ વધુ એક સફળતા lcb ડાંગ lcb PSI જયદીપ અનડકટ ટીમને મળી છે.
જે.જી.અનડકટ તથા એલ.સી.બી. ટીમ નાસ્તા ફરતા આરોપીની તપાસમાં હોય જે દરમ્યાન લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને હ્યુમન અને ટેકનીકલ સોર્સ આધારે ચોક્કસ આધારભુત પાક્કી બાતમી હકિકત મળેલ કે, ‘આહવા પોલીસ સ્ટેશન ‘એ' પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૯૦૦૨૨૪૦૧૯૫/૨૦૨૪, ઇ.પી.કો. કલમ ૧૫૩-ક(૧)(ક)(ખ), ૨૯૫(ક), ૨૯૮' મુજબના ગુન્હાના કામના નાસતા-ફરતા આરોપી ભગવાનભાઇ માવજીભાઇ કથીરીયા, રહે. સાઉથ આફ્રીકા, મુળ રહે. ઇ-૩૦૪ મંગલમ રેસીડન્સી, ગુજરાતી વિદ્યાલયની સામે, ઉત્રાણ, સુરત શહેર વાળા હાલમાં સાઉથ આફ્રિકા દેશથી પોતાના વતન સુરત ખાતે આવેલ હોવા અંગેની' બાતમી હકિકત આધારે સુરત ખાતેથી અટકાયત કરી વધુ તપાસ અર્થે આહવા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ (૧) ભગવાનભાઇ માવજીભાઇ કથીરીયા, રહે. સાઉથ આફ્રીકા, મુળ રહે. ઇ-૩૦૪ મંગલમ રેસીડન્સી, ગુજરાતી વિદ્યાલયની સામે, ઉત્રાણ, સુરત શહેર.
ગુન્હાની વિગતઃ (૧) આહવા પોલીસ સ્ટેશન ‘એ' પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૯૦૦૨૨૪૦૧૯૫/૨૦૨૪, ઇ.પી.કો. કલમઃ ૧૫૩-ક(૧)(ક)(ખ), ૨૯૫(ક), ૨૯૮ મુજબ
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
